<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

E20 પેટ્રોલના પગલે BSVI સિવાયના વાહનોના એન્‍જિનનું ટયુનિંગ કરાવવું પડશે

જૂના વાહનોને ૩ થી ૨૦ ટકા માઇલેજ ઓછું મળશે : ૧લી એપ્રિલથી સમગ્ર દેશમાં ૨૦ ટકા ઇથેનોલવાળું પેટ્રોલનું જ વેચાણ થશે

મુંબઈ,તા.૩: આગામી તા.૧ લી એપ્રિલથી સમગ્ર દેશમાં ૨૦ ટકા ઈથેનોલ યુક્‍ત પેટ્રોલનું વિતરણ ફરજિયાત બનાવવામાં આવનાર છે ત્‍યારે ગ્‍લ્‍સ્‍ત્‍ સિવાયના વાહન ચાલકોએ વધુ સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને તેમના વાહનોને ટ્‍યુનિગ કરાવું પડશે. આ ઉપરાંત તેમને ઓછું માઇલેજ એક લિટર પેટ્રોલમાં મળશે તેમજ જાળવણીનો ખર્ચ પણ વધુ આવશે. આવા વાહનોને ૩ ટકાથી ર૦ટકાનું માઇલેજ ઓછું મળી શકે તેમ એક અમણી પેટ્રોલ પંપ સંચાલકે જણાવ્‍યું ૧૬.

B20 પેટ્રોલના સતત સંપર્કમાં રહેનારા રબર અને પ્‍લાસ્‍ટિકના પાર્ટ્‍સની જાળવણી વધુ આવી શકે તેમ હોવાનું પણ જણાવાય છે. ૨૦૨૦થી BSVI વાળા વાહનો બજારમાં આવ્‍યા છે ત્‍યારે આ વર્ષ અગાઉના વાહનના માલિકોને ચ્‍ ૨૦ પેટ્રોલ ઓછું માઈલેજ આપનાર હોવાથી આર્થિક બોજો તુલનાત્‍મક રીતે આવી શકે છે.

૨૦૨૨માં સરકારે ગેઝેટમાં જ આ અંગે જોગવાઈ કરી હતી. જોકે દેશના વિવિધ રાજ્‍યોના પેટ્રોલ -ડિઝલ ડિલર્સ એસો.ની આ સામે રજૂઆતના પગલે ચ્‍૨૦ પેટ્રોલના ફરજિયાત અમલને હળવો બનાવ્‍યો હતો. જોકે હવે કેન્‍દ્ર સરકારે તેલ અને ગેસ કંપનીઓને આગામી એક એપ્રિલથી સમગ્ર દેશભરના પેટ્રોલ પંપો પર ૨૦ ટકા એથેનોલ બ્‍લેન્‍ડેડ પેટ્રોલનું વેચાણ કરવાનો આદેશ આપ્‍યો છે. રિસર્ચ ઓકટેન નંબર ૯૫ ધરાવતું બીઆઈએસ સ્‍પેશિફિકેશન મુજબનું આ પેટ્રોલ હોવાના કારણે પેટ્રોલની ગુણવત્તા અંગે કોઈ શંકા ગ્રાહકોમાં નહિ રહે. સલામતીના મુદ્દે પણ કોઈ સમસ્‍યા આ પેટ્રોલથી નહિ રહે ઓઈલ માર્કેટિગ કંપનીઓ ભારતીય માનક બ્‍યૂરોની ગાઈડલાઈ સ અનુસાર ૨૦ ટકા સુધી ઈથેનોલ વાળું અને લયુત્તમ ૯૫ના રિસર્ચ ઓક્‍ટેન નંબર વાળું એથેનોલ બ્‍લેન્‍ડેડ મોટર સ્‍પિરિટ સમગ્ર દેશના પેટ્રોલ પંપ પર વેચાશે. ભારતમાં ૨૦૨૩-૨૫ બાદથી નિર્મિત મોટાભાગના વાહનોને ઈ૨૦ પર ચાલવા માટે ડિઝાઈન કરાયા છે અને તેને કારણે આ ઈધણથી કોઈ મોટી સમસ્‍યા પેદા થાય તેવી સંભાવના જણાતી નથી. જોકે, જૂના વાહનોની માઈલેજમાં ૩થી સાત ટકા જેટલો ઘટાડો જોવા મળી શકે છે અને સાથે જ રબર કે પ્‍લાસ્‍ટિકના પાર્ટ્‍સ ખરાબ થઇ શકે છે. પ્‍લાસ્‍ટિકની ફયુઅલ ટેન્‍ક અને ગાસ્‍કેટ તથા રબર હોસને અસર કરશે.

 ઇથેનોલ હવામાંથી ભેજ શોષતું હોવાથી મુશ્‍કેલી થઇ શકે

ઇથેનોલ હવામાંથી ભેજ શોષતુ હોય છે. જેના પગલે ખાસ કરીને ચોમાસામાં વાહનનો ઉપયોગ ન થાય તો ઇથેનોલ પાણી છોડતું હોવાથી ફયુઅલ સિસ્‍ટમની સમસ્‍યા સર્જાઇ શકે છે. જેનાથી મેટલના ભાગને કાટ લાગે અને એન્‍જિન મિસફાયરની સમસ્‍યા પણ સજાઇ શકે છે. વાહન માલિકોએ ફયુઅલ એડેટિવ્‍સનો ઉપયોગ કરવો જોઇ એ.જેના પગલે ફયુઅલ સિસ્‍ટમ સ્‍વચ્‍છ રહેશે અને વધુ ઇથેનોલ બ્‍લેન્‍ડની સમસ્‍યાથી રાહત રહેશે.

ફિલ્‍ટરની નિયમિત સાફસૂફી કરવી

નિયમિત રીતે વાહનનું મેઇન્‍ટેનન્‍સ કરવું અને ફિલ્‍ટરની પણ નિયમિત રીતે સફાઇ કરવી જોઇએ, જેથી નુકશાનથી બચી શકાય. અગાઉ ઓઇલ માર્કેટિગ કંપનીઓ દ્વારા પેટ્રોલનો ઓકટેન રેટિગ ૯૧ રહેતો હતો. જોકે E20 પેટ્રોલ સાથે ઓકટેન રેટિગ ૯૫ થઇ ગયો છે.

સરકારનું ઓઈલ આયાતનું બિલ ૧.૧ લાખ કરોડ ઉપરાંત બચશે

પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાના કારણે સરકારનું ઓઇલ આયાતનું બિલ વર્ષે દહાડે રૂ.૧લાખ કરોડ બચશે. આ ઉપરાંત ઇ થેનોલનું પ્રમાણ વધતા વાહનોમાંથી નિકળતા કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ પણ ઘટશે.પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધતા ગ્રામ્‍ય અર્થતંત્ર અને કૃષિને પણ ફાયદો થશે.

(10:13 AM IST)