<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

શું ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર ખરેખર હુમલો થયો છે? વૈશ્વિક પરમાણુ વોચડોગ IAEA એ મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે મૌન તોડ્યું; જાણો શું છે આ સંસ્થાનું રહસ્ય

'એટોમ્સ ફોર પીસ' થી શરૂ થયેલી સફર હવે પરમાણુ યુદ્ધને રોકવા માટેની છેલ્લી આશા: વિયેનામાં ઇમરજન્સી બેઠક અને કિરણોત્સર્ગી લિકેજની આશંકા વચ્ચે રાફેલ ગ્રોસીની મોટી ચેતવણી - કોણ ચલાવે છે આ શક્તિશાળી સંસ્થા?

વિયેના (ઓસ્ટ્રિયા):ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ જંગમાં હવે દુનિયાને સૌથી મોટો ડર પરમાણુ તબાહીનો લાગી રહ્યો છે. ઈરાનના નાતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર હુમલો થયાના દાવાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ મેદાનમાં ઉતરવું પડ્યું છે. રશિયાની વિનંતી પર વિયેનામાં મળેલી ઈમરજન્સી બેઠકમાં આ સંસ્થાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી કોઈ સીધા હુમલાના પુરાવા નથી, પરંતુ કિરણોત્સર્ગી લિકેજના જોખમને નકારી શકાય નહીં.
શું છે આ IAEA? (ઇતિહાસ અને સ્થાપના): IAEA એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. આ સંસ્થાનો પાયો ૮ ડિસેમ્બર, ૧૯૫૩ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ આઈઝનહોવરના પ્રખ્યાત 'એટોમ્સ ફોર પીસ' ભાષણ દ્વારા નખાયો હતો. બીજા વિશ્વયુદ્ધની પરમાણુ તબાહી જોઈ ચૂકેલી દુનિયા ઈચ્છતી હતી કે આ ટેકનોલોજીનો ઉપયોગ વિનાશ માટે નહીં પણ માનવ કલ્યાણ માટે થાય. ૨૯ જુલાઈ, ૧૯૫૭ના રોજ વિધિવત રીતે આ સંસ્થા અસ્તિત્વમાં આવી.
 IAEA માત્ર એક નિરીક્ષક નથી, પણ તે પરમાણુ શક્તિનો 'ગાર્ડિયન' છે:
તે સુનિશ્ચિત કરે છે કે પરમાણુ ઉર્જાનો ઉપયોગ માત્ર વીજળી ઉત્પાદન, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે જ થાય.
 તે સતત દેખરેખ રાખે છે કે કોઈ પણ દેશ પરમાણુ સામગ્રીનો ઉપયોગ બોમ્બ કે હથિયાર બનાવવા માટે ન કરે.
 તે સભ્ય દેશોને પરમાણુ સંશોધન માટે પ્રયોગશાળાઓ અને નિષ્ણાતોની મદદ પૂરી પાડે છે.
 IAEA નું મુખ્ય મથક ઓસ્ટ્રિયાની સુંદર રાજધાની વિયેના માં આવેલું છે. આ ઉપરાંત કેનેડા અને જાપાનમાં પણ તેની પ્રાદેશિક કચેરીઓ છે.
 આ સંસ્થાનો ખર્ચ સભ્ય દેશો દ્વારા આપવામાં આવતા ફરજિયાત ભંડોળમાંથી નીકળે છે.
અનેક દેશો 'ટેકનિકલ કોર્પોરેશન ફંડ' માં પોતાની મરજીથી લાખો ડોલર આપે છે. ૨૦૧૦માં 'પીસફુલ યુઝ ઇનિશિયેટિવ' (PUI) પણ શરૂ કરવામાં આવ્યું છે જેથી વધુ ભંડોળ એકત્ર કરી શકાય.
હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે રીતે પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવવાની વાતો થઈ રહી છે, તેમાં IAEA ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીની ભૂમિકા અત્યંત નાજુક છે. જો કોઈ પણ સ્તરે ભૂલ થઈ, તો આખું મધ્ય પૂર્વ પરમાણુ પ્રદૂષણની ઝપેટમાં આવી શકે છે.

(9:14 PM IST)