<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ઈરાનની પરમાણું સાઈટ પર યુએસ-ઇઝરાયલનો હુમલો:અનેક શહેરોને ખાલી કરાવવા પડશે :રેડિયેશન લીકની IEAની ચેતવણી

પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ ચેતવણી આપી છે કે નાતાન્ઝમાં રેડિયેશન લીક થઈ શકે: જો આવું થશે, તો તેની આસપાસની વસ્તી પર વિનાશક અસરો પડશે

ઈરાને કહ્યું કે, રવિવારના રોજ તેની પરમાણું સાઈટ પર અમેરિકા અને ઈઝરાયલે હુમલો કર્યો છે. IAEAમાં ઈરાનના રાજદુતે કહ્યું કે, અમેરિકા ઈઝરાયલે રવિવારના રોજ ઈરાની ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કર્યો છે. ઈરાની રાજદુતને પુછવામાં આવ્યું કે, ઈરાનમાં ક્યા ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો થયો છે. તો તેમણે કહ્યું કે, ઈઝરાયલ અને અમેરિકાએ નતાન્ઝ ન્યુક્લિયર ફેસિલિટી પર હુમલો કર્યો છે. 

એક બાજુ ઈરાન વિરુદ્ધ યુએસ અને ઈઝરાયલ મિલિટ્રી હુમલાઓ વચ્ચે વિયેનામાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના બોર્ડ ઓફ ગવર્નર્સની કટોકટીની બેઠક શરૂ થઈ રહી છે.IAEA એ આ હુમલામાં રેડિએશનની ચેતવણી આપી છે અને કહ્યું છે કે, અનેક મોટા શહેરો ખાલી કરાવવા પડી શકે છે. ઈરાને દાવો કર્યો છે કે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે તેના નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ ચેતવણી આપી છે કે નાતાન્ઝમાં રેડિયેશન લીક થઈ શકે છે. જો આવું થશે, તો તેની આસપાસની વસ્તી પર વિનાશક અસરો પડશે. IAEA એ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલને સંયમ રાખવા અપીલ કરી છે. 

ઈરાનના નિવેદન બાદ, સંગઠને સ્વીકાર્યું કે જો આવું થાય છે, તો રેડિયેશનના સંપર્કમાં આવવાના જોખમને નકારી શકાય નહીં. જ્યારે આની પુષ્ટિ થઈ નથી, એવું માનવામાં આવે છે કે આ ઈરાન દ્વારા અમેરિકા અને ઈઝરાયલ પર દબાણ વધારવાનો પ્રયાસ હોઈ શકે છે. અમેરિકા કે ઈઝરાયલ તરફથી આ દાવા પર કોઈ ઔપચારિક જાહેર પ્રતિભાવ મળ્યો નથી. IAEA દ્વારા સંભવિત નુકસાન અથવા રેડિયેશનના સંપર્કના વિગતવાર મૂલ્યાંકનની પણ રાહ જોઈ રહ્યું છે.

(8:12 PM IST)