<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

અમેરિકા અને ઇઝરાયલે અમારા પરમાણુ સ્‍થળ પર હુમલો કર્યો'

યુદ્ધ વચ્‍ચે ઈરાને એક મોટો દાવો કર્યોઃ યુદ્ધમાં અત્‍યાર સુધીમાં ૫૫૫ લોકો માર્યા ગયા

નવી દિલ્‍હી તા.૨: યુદ્ધ વચ્‍ચે, ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાને કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલે રવિવારે તેના પરમાણુ સ્‍થળ પર હુમલો કર્યો હતો. IAEAમાં ઈરાનના રાજદૂતે જણાવ્‍યું હતું કે અમેરિકા અને ઇઝરાયલે રવિવારે ઈરાની પરમાણુ સુવિધા પર હુમલો કર્યો હતો. ઈરાનમાં કયા પરમાણુ સુવિધા પર હુમલો કરવામાં આવ્‍યો હતો તે પૂછવામાં આવતા, ઈરાની રાજદૂતે કહ્યું કે ઇઝરાયલ અને અમેરિકાએ નાતાન્‍ઝ પરમાણુ સુવિધા પર હુમલો કર્યો હતો.

દરમિયાન, ઈરાન સામે ચાલી રહેલા યુએસ અને ઇઝરાયલી લશ્‍કરી હુમલાઓ વચ્‍ચે, વિયેનામાં આંતરરાષ્‍ટ્રીય પરમાણુ ઊર્જા એજન્‍સીના બોર્ડ ઓફ ગવર્નર્સની કટોકટી બેઠક શરૂ થઈ છે. ત્‍ખ્‍ચ્‍ખ્‍ એ આ હુમલાથી થતા રેડિયેશનની ચેતવણી આપી છે અને કહ્યું છે કે ઘણા મોટા શહેરોને ખાલી કરવા પડી શકે છે

(3:50 PM IST)