News of Monday, 2nd March 2026
દેશનાં સૌપ્રથમ LGBTQ સંસદસભ્ય બનશે મેનકા ગુરુસ્વામી
મમતા બેનરજીની પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીનાં ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા

કોલકતા તા.૨: મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોન્ગ્રેસે ૧૬ માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ મેનકા ગુરુસ્વામીને એના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યાં છે. જો તેઓ ચૂંટાઈ આવે તો મેનકા ગુરુસ્વામી દેશનાં પ્રથમ LGBTQ (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર ેએન્ડ ક્વીઅર/ક્વેヘનિગ) સંસદસભ્ય તરીકે ઇતિહાસ રચશે.
મમતા બેનરજીની આગેવાની હેઠળની પાર્ટીએ વિધાનસભ્ય અને મિનિસ્ટર બાબુલ સુપ્રિયો, ટોલીવુડ અભિનેતા કોયલ મલિક અને તાજેતરમાં નિવૃત્ત થયેલા પヘમિ બંગાળના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રાજીવકુમારને પણ નામાંકિત કર્યાં છે.
મેનકા ગુરુસ્વામી એક બંધારણીય વકીલ છે અને નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે, જેમાં તેઓ ૧૯૯૨માં જોડાયાં હતાં. તેમણે ૧૯૯૭માં ભારતના ભૂતપૂર્વ ઍટર્ની જનરલ અશોક દેસાઈના નેતૃત્વ હેઠળ તેમની કાનૂની કારકિર્દીની શરૂઆત કરી હતી. મેનકા ગુરુસ્વામીએ તેમની કારકિર્દીની શરૂઆતમાં મુખ્યત્વે મુકદ્દમા અને બંધારણીય બાબતો પર કામ કર્યું હતું. ભારતમાં મેનકા ગુરુસ્વામી ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૭૭ને પડકારતી કાનૂની ટીમનો ભાગ હતાં
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
