તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
સોના-ચાંદીના ભાવમાં 'વિસ્ફોટ': ઈરાન-ઈઝરાયેલ જંગે બજારમાં લગાડી આગ, એક જ દિવસમાં સોનું ૮૭,૦૦૦ ઉછળ્યું, ચાંદીમાં ૨૫,૦૦૦નો તોતિંગ વધારો!
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે રોકાણકારોમાં ફફડાટ: સોનું ₹૧.૬૭ લાખ અને ચાંદી ₹૨.૮૮ લાખના ઐતિહાસિક સ્તરે, યુદ્ધની ગરમીએ કિંમતી ધાતુઓને આસમાને પહોંચાડી

ઈન્દોર: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધની સીધી અને આંચકાજનક અસર ભારતીય બજાર પર જોવા મળી છે. ઈઝરાયેલ અને અમેરિકાના ઈરાન પરના સંયુક્ત હુમલા બાદ સર્જાયેલી 'વર્લ્ડ વોર' જેવી સ્થિતિએ સોના અને ચાંદીના ભાવમાં ક્યારેય ન જોયો હોય તેવો ઉછાળો આણ્યો છે. માત્ર ૨૪ કલાકના ગાળામાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ₹૮૭,૦૦૦ નો નાટ્યાત્મક વધારો ઝીંકાયો છે, જેનાથી શુદ્ધ સોનાનો ભાવ ₹૧,૬૭,૦૦૦ એ પહોંચી ગયો છે.
બજારના નિષ્ણાતો આ સ્થિતિને 'આર્થિક સુનામી' ગણાવી રહ્યા છે. ચાંદીમાં પણ પ્રતિ કિલોએ ₹૨૫,૫૦૦ નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ચાંદીનો ભાવ ₹૨,૮૮,૦૦૦ પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયો છે. ઈરાને ખાડી દેશો અને અમેરિકી એરબેઝ પર કરેલા મિસાઈલ હુમલા બાદ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે, જેને કારણે માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $૫,૨૭૮ પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. ઈન્દોરના બજારમાં શનિવારે કામકાજ બંધ થવા સુધીમાં ગોલ્ડ કેડબરી રવા રોકડમાં ₹૧,૬૭,૦૦૦ અને ૨૨-કેરેટ સોનું ₹૧,૫૪,૫૦૦ (GST અલગ) પર પહોંચ્યું હતું. બીજી તરફ ચાંદી ચૌરસા ₹૨,૮૮,૦૦૦ અને ચાંદીનો સિક્કો ₹૩,૦૦૦ના ભાવે વેચાયો હતો.
યુદ્ધની ગંભીરતા જોતા વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે વધુ મોટી અસ્થિરતા જોવા મળી શકે છે. શેરબજારમાં મોટા કડાકાની ભીતિ વચ્ચે સોના-ચાંદીના ભાવ હજુ પણ નવા રેકોર્ડ તોડી શકે છે. લગ્નસરાની સિઝન હોવા છતાં સામાન્ય ગ્રાહકો માટે હવે સોનું ખરીદવું જાણે એક સ્વપ્ન સમાન બની ગયું છે
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
