News of Saturday, 28th February 2026
ઓડિશામાં હેવાનિયતની પરાકાષ્ઠા: યુવતી પર બે વાર દુષ્કર્મ બાદ ચોથા માળેથી ફેંકી હત્યા

ઓડિશાના જગતસિંગપુરમાં એક ૨૩ વર્ષીય યુવતી સાથે અત્યંત ક્રૂરતાની ઘટના બની છે. પહેલા પ્રેમીએ અને બાદમાં એક અજાણ્યા શખ્સે દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને બિલ્ડિંગના ચોથા માળેથી ફેંકી દેતા મોત નીપજ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
જિલ્લાના પારાદીપમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ૨૩ વર્ષીય યુવતી ૨૨ ફેબ્રુઆરીએ લગ્નના વાયદા સાથે તેના પ્રેમીને મળવા ઘરેથી નીકળી હતી. આરોપ છે કે તેના પ્રેમીએ નિર્જન સ્થળે લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો અને તેને બસ સ્ટેન્ડ પર તરછોડી દીધી હતી. લાચાર યુવતી જ્યારે મદદની રાહ જોઈ રહી હતી, ત્યારે ઝારખંડના એક બાઇક સવારે તેને મદદના બહાને પોતાના રૂમ પર લઈ જઈ ફરી દુષ્કર્મ આચર્યું હતું.
ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે આરોપીએ યુવતીને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે પ્રેમી સોમનાથ ઓઝા અને અન્ય આરોપી શુભમ કુમારની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં આક્રોશ ફાટી નીકળ્યો છે
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
