News of Friday, 27th February 2026
એપ્સટીન ફાઈલમાં નામ જાહેર થતા નોર્વેના પૂર્વ વડાપ્રધાન એરના સોલબર્ગે આત્મહત્યાનો પ્રયાસ કર્યો : ગંભીર સ્થિતિ

નોર્વેના પૂર્વ વડાપ્રધાન એરના સોલબર્ગે તાજેતરમાં ચર્ચિત એપ્સટીન ફાઈલમાં પોતાનું નામ બહાર આવ્યા બાદ કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાના ચોંકાવનારા અહેવાલો પ્રાપ્ત થયા છે. આ ઘટનાને પગલે નોર્વેના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. જેફરી એપ્સટીન સંબંધિત દસ્તાવેજોમાં નામ આવવાથી ઉભી થયેલી ક્ષોભજનક પરિસ્થિતિ અને સામાજિક બદનામીના ડરથી તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે. એરના સોલબર્ગને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. એપ્સટીન ફાઈલ જાહેર થયા બાદ અનેક વૈશ્વિક નેતાઓ અને મોટી હસ્તીઓના નામ સામે આવ્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. તપાસ એજન્સીઓ એપ્સટીન સાથેના તેમના કથિત સંબંધો અને આત્મહત્યાના પ્રયાસ પાછળના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈ-પ્રોફાઈલ એપ્સટીન કેસને વૈશ્વિક સ્તરે સમાચારના કેન્દ્રમાં લાવી દીધો છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
