તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
SIR બાદ ૯ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧.૭૦ કરોડથી વધુ મતદારોની બાદબાકી
ચૂંટણીં પંચે હાલમાં જ ૯ રાજ્યોમાં હાથ ધરાયેલી લ્ત્ય્ પ્રક્રિયાના આંકડા જાહેર કર્યા જેમાં સૌથી વધુ મતદારો ગુજરાતમાં ઘટ્યા

નવી દિલ્હી તા.૨૩: ભારતીય ચૂંટણી પંચે (EC)એ ૬ રાજ્યો અને કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં SIR (Special Intensive Revision)ના અભિયાન દ્વારા મોટા પાયે ચકાસણી બાદ ફેરફાર હાથ ધર્યા અને નવી મતદાર યાદી તૈયારી કરી. હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લ્ત્ય્ બાદ તૈયાર થયેલી મતદાર યાદીમાં મતદારોની જે સંખ્યા છે તેમાં ૧.૭૦ કરોડથી વધુ મતદારો ઘટી ગયા છે. નોંધપાત્ર વાત એ છે કે સૌથી વધુ મતદારો ગુજરાતમાં ઘટ્યા છે.
ચૂંટણી પંચે શનિવારે જે આંકડા જાહેર કર્યા તેમાં જાણવા મળ્યું છે કે જે રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાઈ તેમાં આ પ્રક્રિયા બાદ કુલ ૧.૭૦ કરોડ મતદારોના નામ કપાઈ ગયા છે. અત્રે જણાવવાનું ગત વર્ષ ૨૭ ઓક્ટોબરથી લ્ત્ય્ની પ્રક્રિયા જ્યારે શરૂ થઈ ત્યારે આ રાજ્યોમાં બધા ભેગા થઈને કુલ ૨૧.૪૫ કરોડ રજિસ્ટર્ડ મતદારો હતા. જ્યારે લેટેસ્ટ યાદી બહાર પડી તો સંખ્યા ઘટીને ૧૯.૭૫ કરોડ થઈ ગઈ. જે રાજ્યોમાં SIR પ્રક્રિયા હાથ ધરાઈ તેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ગોવા, પુડુચેરી, લક્ષદ્વીપ, આંદમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.
SIRની પ્રક્રિયા બાદ ૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જે આંકડા સામે આવ્યા છે તેમાં સૌથી વધુ જ્યાં મતદારો ઘટ્યા હોય તો તે ગુજરાત રાજ્ય છે. મોટી સંખ્યામાં કોઈ કારણસર અયોગ્ય જાહેર થયેલા મતદારોને યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ ૬૮,૧૨,૭૧૧ મતદારોના નામ યાદીમાંથી કમી કરાયા છે. જેના કારણે રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા ઘટીને ૪,૪૦,૩૦,૭૨૫ થઈ ગઈ જે અગાઉ ૫,૦૮,૪૩,૪૩૬ હતી. એટલેકે મતદાર યાદીમાં ૧૩.૪૦% નો માતબાર ઘટાડો જોવા મળ્યો.
મતદાર યાદીમાંથી નામ હટવા પાછળ સામાન્ય રીતે ૩ કારણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
૧ મૃત મતદારો
૨. મતદારનું કાયમી રીતે કોઈ બીજી જગ્યાએ સ્થળાંતર
૩. એકથી વધુ જગ્યાએ રજિસ્ટ્રેશન, અથવા પાત્રતા સંલગ્ન અન્ય મુદ્દાઓ
અત્રે જણાવવાનું કે ચૂંટણી પંચની આ એસઆઈઆર પ્રક્રિયા મતદાર યાદી વાસ્તવિક અને અપડેટેડ રહે તે સુનિヘતિ કરે છે. જેથી કરીને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ થાય.
અન્ય રાજ્યોમાં શું સ્થિતિ
- મધ્ય પ્રદેશની વાત કરીએ તો ૩૪.૩૫ લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરાયા. ત્યારબાદ ૫.૭૪ કરોડ મતદારો ઘટીને ૫.૩૯ કરોડ થઈ ગયા.
- છત્તીસગઢમાં ૧૧.૭૭ ટકા મતદારો ઘટ્યા, ૨૪.૯૯ લાખ નામ કમી થયા જેના કારણે ૨.૧૨ મતદારો ઘટીને ૧.૮૭ કરોડ થઈ ગયા.
- કેરળમાં સૌથી ઓછો ઘટાડો જોવા મળ્યો. જ્યાં રાજ્યના મતદારોમાં ૩.૨૨ ટકા એટલે કે ૮.૯૭ મતદારો ઘટ્યા અને ૨.૭૮ કરોડથી ઘટીને ફાઈનલ યાદીમાં ૨.૬૯ કરોડ મતદારો થઈ ગયા.
- ગોવામા ૧૦.૭૬ ટકા મતદારો ઘટ્યા એટલે કે ૧.૨૭ મતદારોના નામ કમી થયા.
- રાજસ્થાનમાં પણ એસઆઈઆરનું કામ પૂરું થઈ ગયું છે. શનિવારે ફાઈનલ યાદી જાહેર થ ઈ જેમાં કુલ ૫,૧૫,૧૯,૯૨૯ મતદારો સામેલ છે. આંકડા મુજબ રાજસ્થાનમાં લગભગ ૩૧.૩૬ લાખ મતદારોના નામ હટ્યા.
- કેન્દ્રશાસિત પ્રદેશ આંદમાન નિકોબાર ટાપુઓ, પુડ્ડુચેરી અને લક્ષદ્વીપમાં પણ ફાઈનલ મતદાર યાદીમાં મતદારોની સંખ્યા ઘટી છે.
SIRની પ્રક્રિયા જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે સૌ પ્રથમ તે બિહારમાં હાથ ધરાઈ હતી. ફાઈનલ યાદીમાં ૭.૪૨ કરોડ મતદારો છે.
૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ ચાલુ
હાલ ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલુ છે. જ્યાં લગભગ ૬૦ કરોડ મતદારો છે. આ રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા પૂરી થયા બાદ બાકી બચેલા ૧૭ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે શરૂ કરાશે. જેમાં લગભગ ૪૦ કરોડ મતદારો છે. અસમમાં ચૂંટણી પંચે એસઆઈઆરની જગ્યાએ સ્પેશિયલ રિવિઝનની પ્રક્રિયા પૂરી કરી. જે ૧૦ ફેબ્રુઆરીએ પતી. વિવિધ કારણોસર ૯ રાજ્યો અને ૩ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લ્ત્ય્ના શેડ્યૂલમાં વારંવાર ફેરફાર કરાયા. બિહારની જેમ તમિલનાડુ અને પヘમિ બંગાળમાં પણ રાજકીય પક્ષોએ આ પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એસઆઈની ચાર મહિનાથી વધુ ચાલેલી કવાયત બાદ ફાઈનલ મતદાર યાદી બહાર પાડવામાં આવી.
એકવાર પ્રક્રિયા પત્યા બાદ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેના દાયરામાં આવી જશે. જે રાજ્યોમાં હવે SIR પ્રક્રિયા હાથ ધરાશે તેમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, દીવ-દમણ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, લદ્દાખ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, દિલ્હી, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગણા, અને ઉત્તરાખંડ સામેલ છે
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
