તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
મરી ગયેલા માણસના નામે ગાડી ચલાવવાની ટ્રેઇનિંગ લીધી હોવાનું સર્ટિફિકેટ અપાયું
બેદરકારી દાખવીને વ્યક્તિનું ફિઝિકલ વેરિફિકેશન કર્યા વિના જ સર્ટિફિકેટ આપી દીધું: RTO અને ટ્રેઇનિંગ સ્કૂલ બન્નેની તપાસ

બુલંદશહર,તા.૨૧: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં મરી ગયેલા એક માણસના નામે ગાડી ચલાવવાની ટ્રેઇનિંગ લીધી હોવાનું સર્ટિફિકેટ અપાયું હતું. સુખવીર સિંહ નામના ઈ-રિક્ષાચાલકનું ૨૦૨૫ની પહેલી માર્ચે એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જિલ્લા હોસ્પિટલે ૨૧ એપ્રિલે જ તેનું ડેથ સર્ટિફિકેટ પણ બહાર પાડી દીધું હતું. સરકારી કાગળો મુજબ એકથી ૧૦ ઓગસ્ટની વચ્ચે સુખવીરે ઈ-રિક્ષા ચલાવવાની ટ્રેઇનિંગ લીધી અને એ પછી રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસે કોઈ તપાસ કર્યા વિના સુખવીર સિંહના નામે ટ્રેઇનિગ સર્ટિફિકેટ આપ્યું હતું. મોટર વ્હીકલ એક્ટ મુજબ RTOએ સર્ટિફિકેટ આપતાં પહેલાં કેન્ડિડેટનું ફિઝિકલ વેરિફિકેશન કરવાનું રહે છે. જોકે કર્મચારીઓએ બેદરકારી દાખવીને વ્યક્તિનું ફિઝિકલ વેરિફિકેશન કર્યા વિના જ સર્ટિફિકેટ આપી દીધું હતું. હવે આ બાબતે RTO અને ટ્રેઇનિંગ સ્કૂલ બન્નેની તપાસ થઈ રહી છે. જોકે સવાલ એ છે કે મરી ગયા પછી સુખવીર સિહના નામનું ટ્રેઇનિંગ સર્ટિફિકેટ કોણે અપ્લાય કર્યું અને શા માટે?
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
