<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

મુંબઇ કોર્પોરેશનની સમિતિઓના ચેરમેનપદ માટે ઉમેદવારી નોંધાઇ : કાલે ચૂંટણી

મુંબઇ : બળહન્‍મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની વિવિધ સમિતિના ચેરમેનપદ માટે મહાયુતિના કોર્પોરેટરોએ ઉમેદવારી નોંધાવી હતી. સ્‍ટેન્‍ડિંગ અને શિક્ષણ કમિટી BJP પાસે રહી હતી તો ઇમ્‍પ્રૂવમેન્‍ટ અને BEST કમિટી શિવસેનાના ફાળે ગઈ હતી.

સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેનપદ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રભાકર શિંદે, શિક્ષણ સમિતિના ચેરમેનપદ માટે BJPનાં રાજેશ્રી શિરવડકર અને ઇમ્‍પ્રૂવમેન્‍ટ કમિટીના ચેરમેનપદ માટે શિવસેનાનાં સંધ્‍યા દોશીએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત બળહન્‍મુંબઈ ઇલેક્‍ટ્રિસિટી સપ્‍લાય એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ (BEST) કમિટીના ચેરમેનપદ માટે  શિવસેનાનાં તળષ્‍ણા વિશ્વાસરાવે ઉમેદવારી નોંધાવી હતી.

૧૬ ફેબ્રુઆરીએ સ્‍ટેન્‍ડિંગ અને ઇન્‍પ્રૂવમેન્‍ટ કમિટીમાં ૨૬-૨૬ સભ્‍યોની નિમણૂક કરવામાં આવી હતી. બાવીસ મ્‍યુનિસિપલ સભ્‍યો અને ૪ બિનમ્‍યુનિસિપલ સભ્‍યો શિક્ષણ સમિતિમાં અને ૧૬ સભ્‍યો BEST કમિટીમાં પસંદ કરવામાં આવ્‍યા હતા.

૨૦ ફેબ્રુઆરીએ શિક્ષણ સમિતિના અધ્‍યક્ષપદ માટે સવારે ૧૧ વાગ્‍યે અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના અધ્‍યક્ષપદ માટે બપોરે બે વાગ્‍યે ચૂંટણી યોજાશે. ૨૩ ફેબ્રુઆરીએ ઇમ્‍પ્રૂવમેન્‍ટ કમિટીના અધ્‍યક્ષપદ માટે સવારે ૧૧ વાગ્‍યે અને BEST સમિતિના અધ્‍યક્ષપદ માટે બપોરે બે વાગ્‍યે ચૂંટણી યોજાશે.

(4:12 PM IST)