News of Thursday, 19th February 2026
દિલ્હી - મુંબઈ સહિત અનેક એરપોર્ટ પર સેવાઓ ખોરવાઈ
એરપોર્ટ પર ટેકનિકલ ખામીને કારણે આ ખામી સર્જાઈ હતી, મુસાફરો લગભગ ૪૦ મિનિટ સુધી અટવાઈ ગયા હતા

નવી દિલ્હી તા.૧૯: આજે દેશભરના અનેક એરપોર્ટ પર ફરી એકવાર હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. અહેવાલો અનુસાર, એરપોર્ટ પર ટેકનિકલ ખામીને કારણે આ ખામી સર્જાઈ હતી, જેને હવે સુધારી લેવામાં આવી છે. આજે ગુરુવારે સવારે દેશના કેટલાક એરપોર્ટ પર સોફટવેર સમસ્યા કારણે મુસાફરો હેરાન થયા હતાં, અહેવાલ મુજબ એલાઈન્સ સોફટવેર દ્વારા મુસાફરોનું ચેક ઇન કરી શકતી ન હતી, આ સમસ્યા ૪૦ મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી, આ સમસ્યાને કારણે સંખ્યાબંધ ફલાઈટ્સ ડીલે થઇ છે.
અહેવાલ મુજબ આઉટેજને ચેક-ઇન સોફટવેર નેવિટેર સવારે ૬.૪૫ વાગ્યે ઠપ્પ થઇ ગયો હતો, થોડી મિનીટ્સ બાદ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. સવારે ૭.૨૮ વાગ્યા સુધી ચેક-ઇન સિસ્ટમ ચાલુ થઇ ગઈ હતી.
આ સમસ્યાને કારને ડોમેસ્ટિક, એશિયા-પેસિફિક (APAC) પ્રદેશ અને યુરોપની એરલાઇન્સને અસર પહોંચી છ. અહેવાલો મુજબ ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસજેટ અને અકાસા એરની ફલાઈટ્સને અસર થઈ હતી, કેટલીક ફલાઈટ્સ ડીલે થઇ છે
ગુરુવારે સવારે દેશભરના અનેક એરપોર્ટ પર હવાઈ સેવાઓ થોડા સમય માટે ખોરવાઈ ગઈ હતી. અહેવાલો દર્શાવે છે કે સોફટવેર ખામીને કારણે મુસાફરોને ચેક-ઈન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે અનેક એરપોર્ટ પર ૪૦ મિનિટથી વધુ સમય સુધી ચાલેલી સોફટવેર ખામીને કારણે મુસાફરોને ચેક-ઈન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી, મુંબઈ અને અન્ય એરપોર્ટ પર ઈન્ડિગો, એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસજેટ અને અકાસા એરની સેવાઓ પ્રભાવિત થઈ હતી. અહેવાલો અનુસાર, સોફટવેર ખામીને કારણે ચેક-ઈન સિસ્ટમ સવારે ૬:૪૫ થી સવારે ૭:૨૮ વાગ્યા સુધી ઠપ થઈ ગઈ હતી.
એક સૂત્રએ જણાવ્યું હતું કે સમસ્યાનું નિરાકરણ થઈ ગયું છે અને સિસ્ટમ સામાન્ય રીતે કાર્યરત છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સોફટવેર ખામીને કારણે એરલાઇન્સને કોઈ ખાસ વિક્ષેપ પડ્યો નથી. હાલમાં, એરલાઇન્સ દ્વારા આ બાબતે કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
દેશભરના અનેક એરપોર્ટ પર મુસાફરોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય તેવું આ પહેલીવાર નથી. અગાઉ, ગયા વર્ષે ડિસેમ્બરમાં, આવી જ સમસ્યાને કારણે એરપોર્ટ પર નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે, થર્ડ-પાર્ટી સિસ્ટમમાં ખામીને કારણે એરપોર્ટ પર મુસાફરોની લાંબી કતારો લાગી હતી, જેમને તેમની મુસાફરી પૂર્ણ કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
