News of Tuesday, 17th February 2026
એપ્સટીન ફાઇલ કાંડમાં અમેરિકન અધિકારીઓ એપ્સટીનનો શિકાર બનેલ એક ભારતીય પીડિતાની શોધઃ વળતર ચૂકવાશે
આ દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે એપ્સ્ટીનનું નેટવર્ક ભારત સુધી વિસ્તરેલું હતું અને ભારતીય યુવતીઓ પણ તેનો ભોગ બની હતી

નવી દિલ્હી/વોશિંગ્ટન તા.૧૭: અમેરિકાના કુખ્યાત જાતીય અપરાધી (સેક્સ ઓફેન્ડર) જેફરી એપ્સ્ટીનના જાહેર થયેલા દસ્તાવેજોએ (એપ્સ્ટીન ફાઇલ્સ) ભારતમાં પણ રાજકીય અને ઔદ્યોગિક જગતમાં ભૂકંપ સર્જ્યો છે. આ દસ્તાવેજોમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ અનિલ અંબાણીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એપ્સ્ટીનના શિકાર બનેલી યુવતીઓમાં એક ભારતીય યુવતીનો પણ સમાવેશ થાય છે, જેને અમેરિકન અધિકારીઓ શોધી રહ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં બહાર આવેલી વિગતો નીચે મુજબ છેઃ ભારતીય પીડિતાની શોધખોળ અને વળતરનો મુદ્દોઃ જેફરી એપ્સ્ટીનના કાળા કારનામાઓની ફાઇલોમાં એક અત્યંત સંવેદનશીલ બાબત સામે આવી છે. દસ્તાવેજો મુજબ, એપ્સ્ટીને જે સેંકડો યુવતીઓનું શોષણ કર્યું હતું તેમાં એક ભારતીય યુવતી પણ સામેલ હતી. ૧૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ અમેરિકન અધિકારીઓ વચ્ચે થયેલી એક ઈમેલ વાતચીત હવે પ્રકાશમાં આવી છે, જેનો વિષય એપ્સ્ટીન વિક્ટિમ્સ (એપ્સ્ટીનની પીડિતાઓ) હતો.
આ ઈમેલમાં અમેરિકન અધિકારીઓએ ભારતમાં રહેતી આ પીડિતાનું સરનામું અને સંપર્ક વિગતો માંગી હતી. આનો ઉદ્દેશ્ય એ હતો કે પીડિતાનો સંપર્ક ભારતમાં રહેલા અમેરિકન દૂતાવાસ (એમ્બેસી) દ્વારા કરવામાં આવે અને તેને વિક્ટિમ કોમ્પેન્સેશન ફંડ (પીડિતા વળતર ભંડોળ)માંથી આર્થિક વળતર મળી શકે. નોંધનીય છે કે ઓગસ્ટ ૨૦૧૯માં એપ્સ્ટીનનું જેલમાં મૃત્યુ થયું હતું, અને ત્યારબાદ તેના દ્વારા શોષિત પીડિતાઓને ન્યાય અને વળતર આપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે એપ્સ્ટીનનું નેટવર્ક ભારત સુધી વિસ્તરેલું હતું અને ભારતીય યુવતીઓ પણ તેનો ભોગ બની હતી.
અનિલ અંબાણી અને સ્વીડિશ યુવતીની ચેટ દસ્તાવેજોમાં ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને જેફરી એપ્સ્ટીન વચ્ચે ૨૦૧૭ થી ૨૦૧૯ દરમિયાન થયેલી વાતચીતની વિગતો પણ સામે આવી છે. બ્લૂમબર્ગના અહેવાલ અને લીક થયેલા દસ્તાવેજો મુજબ, બંને વચ્ચે વેપાર, વૈશ્વિક બાબતો અને મહિલાઓ અંગે ચર્ચા થતી હતી.
સૌથી વિવાદાસ્પદ વાતચીત ૯ માર્ચ ૨૦૧૭ની છે. જેમાં અનિલ અંબાણીએ એપ્સ્ટીનને પૂછ્યું હતું કે, તારું શું સૂચન છે? (વોટ્સ યોર સજેશન?). જેના જવાબમાં એપ્સ્ટીને કહ્યું હતું કે, મુલાકાતને મજેદાર (ફન) બનાવવા માટે એક ઊંચી, સોનેરી વાળવાળી સ્વીડિશ યુવતી (ટોલ સ્વીડિશ બ્લોન્ડ વુમન) વધુ સારી રહેશે. આ મેસેજના જવાબમાં અનિલ અંબાણીએ લખ્યું હતું કે, તેની વ્યવસ્થા કરો (એરેન્જ ઈટ).
આ ચેટ એ સમયની છે જ્યારે એપ્સ્ટીન ૨૦૦૮માં જ સગીર વયની છોકરીઓના જાતીય શોષણના કેસમાં દોષી સાબિત થઈ ચૂક્યો હતો. આમ છતાં, દુનિયાભરના પ્રભાવશાળી લોકો સાથે તેના સંબંધો અકબંધ હતા. રેકોર્ડ્સ દર્શાવે છે કે અનિલ અંબાણી અને એપ્સ્ટીન પેરિસ અને ન્યુયોર્કમાં મળવાનું આયોજન કરી રહ્યા હતા. મે ૨૦૧૯માં અનિલ અંબાણીએ ન્યુયોર્કની મુલાકાત લીધી હતી ત્યારે એપ્સ્ટીને તેમને તેના મેનહટન સ્થિત ઘરે આમંત્રણ આપ્યું હતું, જ્યાં તેઓ મળ્યા પણ હતા.
એપ્સ્ટીન ફાઇલ્સમાં ભારતના વર્તમાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ પણ ઉછળ્યું છે. આ અંગે ખુલાસો કરતા હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે તેઓ જેફરી એપ્સ્ટીનને ૩ થી ૪ વખત મળ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ મુલાકાતો સંપૂર્ણપણે પ્રોફેશનલ હતી.
પુરીએ કહ્યું હતું કે, મે ૨૦૦૯ થી જ્યારે મેં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ભારતના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભળ્યો ત્યારથી લઈને ૨૦૧૭માં મંત્રી બન્યો ત્યાં સુધીમાં ૩૦ લાખ (૩ મિલિયન) ઈમેલ રિલીઝ થયા છે. આ સમયગાળામાં માત્ર ત્રણ કે ચાર મુલાકાતોનો ઉલ્લેખ છે. મારી વાતચીત કડક રીતે કામને લગતી હતી.
તેમણે કહ્યું કે આ મુલાકાતો ઈન્ડિપેન્ડન્ટ કમિશન ઓન મલ્ટીલેટરલિઝમ અને અન્ય આંતરરાષ્ટ્રીય કામગીરીના સંદર્ભમાં હતી. તેમણે એપ્સ્ટીનના ગુનાહિત કેસો સાથે તેમના કોઈ પણ પ્રકારના જોડાણને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. વધુમાં તેમણે એક કિસ્સો ટાંક્યો હતો જેમાં એપ્સ્ટીને તેમને બે-મોઢાવાળા (ટૂ-ફેસ્ડ) કહ્યા હતા, કારણ કે હરદીપ પુરીએ એપ્સ્ટીનની અન્ય પ્રવૃત્તિઓમાં રસ દાખવ્યો ન હતો.
ફલાઈટમાં નશામાં ધૂત વૃદ્ધ ભારતીયની ઘટનાઃ એક અન્ય ઈમેલ જે ૮ જુલાઈ ૨૦૧૦ના રોજ લખવામાં આવ્યો હતો, તેમાં એક મહિલાએ એપ્સ્ટીનને પોતાના ફલાઈટના અનુભવ વિશે લખ્યું હતું. મહિલાએ ફરિયાદ કરી હતી કે તેની બાજુમાં બેઠેલા એક વૃદ્ધ ભારતીય વ્યક્તિ નશામાં હતા. તે વ્યક્તિ સતત તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તેને સ્પર્શ કરતો હતો. ઈમેલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઊંઘમાંથી જાગ્યા બાદ તે વ્યક્તિએ મહિલાને ગળે લગાવી લીધી હતી અને કહ્યું હતું કે તે તેને પ્રેમ કરે છે. જોકે, આ ઘટનામાં તે વૃદ્ધ વ્યક્તિ કોણ હતા તેની સ્પષ્ટ ઓળખ તે ઈમેલના લખાણમાં સીધી રીતે આપવામાં આવી નથી, પરંતુ જે દસ્તાવેજો વાયરલ થયા છે તેમાં આ લખાણની સાથે હર્ષવર્ધનની તસવીર મૂકવામાં આવી હોવાથી અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.
જાણીતા પીઆર કન્સલ્ટન્ટનું પણ નામઃ ૨ એપ્રિલ ૨૦૧૭ના રોજ લખાયેલા અન્ય એક ઈમેલમાં ભારતના જાણીતા ઈમેજ ગુરુ અને પીઆર કંપનીના પ્રમોટરનો પણ ઉલ્લેખ છે. આ મેસેજમાં એપ્સ્ટીનના સહયોગી જીનો યુ એ પૂછ્યું હતું કે શું તે (એપ્સ્ટીન)ને મળવા માંગશે? ઈમેલમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઈમેજ ગુરુ ૩ થી ૬ એપ્રિલ દરમિયાન પેરિસમાં હશે અને તેમણે પોતાની એડવર્ટાઇઝિગ અને પીઆર કંપની ૧૬૦ મિલિયન અમેરિકન ડોલર (અંદાજે અબજો રૂપિયા)માં વેચી દીધી છે.
એપ્સ્ટીન કાંડ શું છે? જેફરી એપ્સ્ટીન એક અમેરિકન ફાઈનાન્સર હતો જેનું નેટવર્ક ખૂબ જ વિશાળ હતું. તેના પર સગીર વયની છોકરીઓની તસ્કરી (સેક્સ ટ્રાફિકિંગ) અને જાતીય શોષણના ગંભીર આરોપો હતા. ૨૦૧૯માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં જ રહસ્યમય સંજોગોમાં તેનું મૃત્યુ થયું હતું (જેને આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી). તેના મૃત્યુ બાદ, કોર્ટના આદેશથી તેના દસ્તાવેજો (જેને બ્લેક બુક અથવા એપ્સ્ટીન ફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે) જાહેર કરવામાં આવી રહ્યા છે. આ ફાઇલોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ, બ્રિટનના રાજકુમાર સહિત વિશ્વના અનેક દિગ્ગજોના નામ ખુલ્યા છે, જેમાં હવે ભારતીય કનેક્શન પણ સામે આવ્યું છે.
આ નવા ખુલાસાઓએ ભારતીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, ખાસ કરીને સંસદમાં પણ આ મુદ્દે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને સત્તાધારી પક્ષના મંત્રીઓ દ્વારા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે.
જેફરી એપ્સટીન કોણ હતો? જેફરી એપ્સટીન ન્યુ યોર્કનો એક અબજોપતિ ફાઇનાન્સર હતો. તે ઘણા મોટા રાજકારણીઓ અને સેલિબ્રિટીઝ સાથે ગાઢ સંબંધો ધરાવતો હતો. તેની પાસે મેનહટન અને પામ બીચમાં લક્ઝરી ઘરો હતા અને તે ત્યાં હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ યોજતો હતો.
કેસની શરૂઆત અને ગુનાઓ (૨૦૦૫ થી ૨૦૦૮) કેસની શરૂઆતઃ આ કેસ ૨૦૦૫માં શરૂ થયો હતો જ્યારે ફલોરિડામાં એક ૧૪ વર્ષની છોકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છોકરીને મસાજ માટે એપ્સટીનના ઘરે બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં તેની સાથે જાતીય શોષણ કરવામાં આવ્યું.
તપાસઃ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ કોઈ એક ઘટના ન હતી. ધીમે ધીમે લગભગ ૫૦ જેટલી સગીર વયની છોકરીઓ સામે આવી જેમણે સમાન આરોપો લગાવ્યા હતા.
મોડસ ઓપરેન્ડીઃ એપ્સટીન સગીર છોકરીઓને તેના પ્રાઈવેટ જેટ (જેને લોલિતા એક્સપ્રેસ કહેવાતું) દ્વારા તેની પાર્ટીઓમાં લઈ જતો. તે પૈસા, ઘરેણાં અને ધમકીઓનો ઉપયોગ કરીને તેમનું શોષણ કરતો. તેની પાર્ટનર ગિલેન મેક્સવેલ અને બીજી ત્રણેક યુવતીઓ પણ આ કૃત્યોમાં તેને મદદ કરતી હતી.
સજાઃ ૨૦૦૮માં, તેને સગીર સાથે સેક્સ માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોકે, તેના પ્રભાવને કારણે તેને માત્ર ૧૩ મહિનાની જેલની સજા થઈ હતી અને તે દરમિયાન પણ તેને જેલની બહાર કામ કરવાની છૂટ આપવામાં આવી હતી.
મી ટૂ મૂવમેન્ટ અને ફરી ધરપકડ (૨૦૧૭-૨૦૧૯): ૨૦૧૭માં અમેરિકામાં મી ટૂ મૂવમેન્ટ શરૂ થઈ, જેમાં હોલીવુડ પ્રોડ્યુસર હાર્વે વેઈનસ્ટીન વિરુદ્ધ ઘણા ખુલાસા થયા. આ જુવાળમાં એપ્સટીનનો કેસ ફરી પ્રકાશમાં આવ્યો.
વર્જિનિયા જ્યુફ્રે નામની પીડિતાએ એપ્સટીન વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા કે તેનું ૩ વર્ષ સુધી શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૮૦ જેટલી મહિલાઓએ ફરિયાદો કરી. વર્જિનિયાએ પાછળથી આત્મહત્યા કરી લીધેલ
જુલાઈ ૨૦૧૯માં, એપ્સટીનની સેક્સ-ટ્રાફિકિંગના આરોપોસર ફરી ધરપકડ કરવામાં આવી.
જેલમાં મૃત્યુ અને વિવાદઃ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ એપ્સટીન જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
સત્તાવાર રિપોર્ટઃ ન્યુ યોર્ક સિટી મેડિકલ એક્ઝામિનરે તેના મૃત્યુને આત્મહત્યા જાહેર કર્યું હતું.
નવો દાવો (હત્યાની શંકા): ફોરેન્સિક એક્સપર્ટ ડો. માઈકલ બેડન જેઓ પોસ્ટમોર્ટમ વખતે હાજર હતા, તેમણે દાવો કર્યો છે કે આ આત્મહત્યા નથી પણ ગળું દબાવીને હત્યા છે.
પુરાવાઃ ડો. બેડનના મતે, એપ્સટીનના ગળામાં ત્રણ ફ્રેક્ચર જોવા મળ્યા હતા. ફાંસી લગાવીને આત્મહત્યા કરનાર વ્યક્તિમાં આવા ત્રણ ફ્રેક્ચર થવા અત્યંત દુર્લભ છે. તેમણે આ કેસની ફરી તપાસ કરવાની માંગ કરી છે.
અન્ય વિગતોઃ અનિલ અંબાણીનો ઉલ્લેખઃ લીક થયેલા ઈમેઈલ્સમાં અનિલ અંબાણીનું નામ પણ જોવા મળ્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને બિઝનેસ મીટિગ્સ વિશેની ચર્ચાઓ હતી.
ગિલેન મેક્સવેલઃ એપ્સટીનની મદદગાર ગિલેન મેક્સવેલને ૨૦૨૧માં દોષિત ઠેરવવામાં આવી હતી અને તેને ૨૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
યુએસ કોંગ્રેસના મહિલા સભ્યએ કહ્યું- સત્ય કલ્પના કરતા પણ વધુ ભયાનક છેઃ બિન-સંપાદિત દસ્તાવેજોની સમીક્ષા કર્યા પછી, યુએસ કોંગ્રેસના મહિલા સભ્ય લોરેન બોબર્ટે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણીએ જણાવ્યું હતું કે આ કેસમાં જે ખુલાસા થયા છે તે કલ્પના કરતા પણ વધુ ભયાનક છે.
તેમના જણાવ્યા અનુસાર, દસ્તાવેજોમાં કેનિબલ રેસ્ટોરન્ટ (માનવ માંસ પીરસતી હોટલ) અને જર્કીૅ (માનવ માંસ) જેવા કોડ શબ્દોનો ઉપયોગ એવી રીતે કરવામાં આવ્યો હતો જાણે તે સામાન્ય હોય. એવું મનાય છે કે જે ફ્રી ની યાદ ઉપર બાળ માનવોની હત્યા કરી આંતરડા સહિત તેનું માંસ પીરસવામાં આવતું.
મૃત્યુના એક દિવસ પહેલા જ સત્તાવાર નિવેદન તૈયાર કરી લેવામાં આવ્યું હતું
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જાસ્ટિસના નવા દસ્તાવેજો અનુસાર, એપસ્ટેઈનના મૃત્યુ અંગેનું સત્તાવાર નિવેદન ૯ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ તૈયાર કરવામાં આવ્યું હતું, જે તેના મૃત્યુના એક દિવસ પહેલાનું છે. એપસ્ટેઈન ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ ન્યૂયોર્ક કરેક્શનલ સેન્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
કેટલાક પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છેઃ દર ૩૦ મિનિટે ફરજિયાત તપાસ કરવાની હોવા છતાં, ડ્યુટી પરના ગાર્ડ્સએ કલાકો સુધી દેખરેખ રાખી ન હતી કેટલાક કેમેરા કામ કરતા ન હતા ઘટનાસ્થળે જે ઓરેન્જ શીટ (ચાદર) મળી આવી હતી, તે પાછળથી એપસ્ટેઈનના મૃત્યુ સાથે સંકળાયેલી શીટ સાથે મેચ થતી ન હતી.
નોર્વેના ભૂતપૂર્વ પીએમ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલઃ એપસ્ટેઈન સાથેના સંબંધોને લઈને નોર્વેના પૂર્વ વડાપ્રધાન થોર્બજોર્ન જગલેન્ડ સામે ભ્રષ્ટાચારનો ગંભીર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતમાં કોઈ વૈશ્વિક નેતા પર આરોપ લાગ્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. પોલીસે તેમના ઘરની તલાશી પણ લીધી હતી અને થોડા સમય માટે તેમને કસ્ટડીમાં લીધા હતા.
(નોંધઃ આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ક્રીનશોટ્સ પર આધારિત છે, જેમાંથી કેટલાક દાવાઓ વિવાદાસ્પદ અથવા વણચકાસાયેલ હોઈ શકે છે. (અંગ્રેજી ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
