તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th February 2026
તમે OTP આપો અને ફ્રોડ થાય તો એની જવાબદારી તમારી જ છે, બેન્કની નહીં
કન્ઝયુમર કમિશનનો બધાએ ધ્યાનમાં લેવા જેવો ચુકાદો

મુંબઇ તા.૫: કન્ઝયુમર કમિશને ઓનલાઇન ફ્રોડના એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે ફરિયાદીએ પોતે છેતરપિંડી કરનારાઓ સાથે વન-ટાઇમ પાસવર્ડ (OTP) શેર કર્યો હોય તો આવી પરિસ્થિતિમાં બેન્કને દોષી ઠેરવી શકાય નહીં.
ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (સબર્બન)એ ગયા મહિને આપેલા આદેશમાં સ્વીકાર્યું હતું કે ફરિયાદી છેતરપિંડીનો શિકાર બન્યો છે, પરંતુ RBI નિયમો મુજબ જો નુકસાન ગ્રાહકની બેદરકારીને કારણે થયું હોય તો સમગ્ર નુકસાન ગ્રાહકે પોતે ભોગવવાનું રહેશે.
ફરિયાદીના જણાવ્યા મુજબ જાન્યુઆરી ૨૦૨૨માં તેનું નેટફિલક્સ સબ્સ્ક્રિપ્શન રિન્યુ કરવાનો પ્રયાસ કરતી વખતે તેની ઈ-મેઇલમાં મળેલી લિન્ક પર ક્લિક કર્યું અને તેના કાર્ડની વિગતો અને HDFC બેન્ક તરફથી મળેલો OTP આપ્યો. થોડી વાર પછી તેને બેન્ક તરફથી ૧,૨૫,૬૬૫ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો, જ્યારે સબ્સ્ક્રિપ્શન ફક્ત ૭૯૯ રૂપિયાનું જ હતું. ત્યાર બાદ તેણે તાત્કાલિક બેન્ક તેમ જ પોલીસના સાઇબર સેલનો સંપર્ક કર્યો હતો.
બેન્કે OTP માન્ય કરીને સેફ મોડ પર ટ્રાન્ઝેક્શન કર્યું હોવાથી મદદ ન કરી શકે એમ જણાવ્યું હતું. આ જ વાતને કન્ઝયુમર કમિશને માન્ય રાખી હતી.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
