<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

લોકશાહીનો મહાપર્વ: ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામ સહિત ૫ રાજ્યોમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે: ન્યૂઝ ફર્સ્ટ

૨૦૨૬ની આ ચૂંટણીઓ રાષ્ટ્રીય રાજકારણ માટે પણ અત્યંત મહત્વની સાબિત થશે.

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામવા જઈ રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચ આગામી દિવસોમાં પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવાની તૈયારીમાં છે. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી ૨૦૨૬ના છેલ્લા સપ્તાહમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરી માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ચૂંટણી પંચે આ રાજ્યોમાં તૈયારીઓની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જેવા મોટા રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલા તબક્કામાં મતદાન યોજવું તે અંગે અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે. 
રાજકીય પક્ષોએ અત્યારથી જ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જાહેરાત થતાની સાથે જ આ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.
૨૦૨૬ની આ ચૂંટણીઓ રાષ્ટ્રીય રાજકારણ માટે પણ અત્યંત મહત્વની સાબિત થશે.

(7:18 PM IST)