<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

બદલાતું ભારત: હવે લગ્ન નહીં, પણ 'કેરિયર' છે મહિલાઓની પહેલી પસંદ, યુનિસેફનો મોટો ખુલાસો

75% યુવાનો માને છે કે આત્મનિર્ભરતા જરૂરી: 'સક્ષમ નારી' અભિયાન દ્વારા મહિલાઓ હવે માત્ર ભાગીદાર નહીં પણ લીડર બનશે

નવી દિલ્હી | તા.3: ભારતમાં પરંપરાગત વિચારધારામાં મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. યુનિસેફના તાજેતરના અહેવાલ મુજબ, ભારતની યુવા મહિલાઓ હવે શિક્ષણ પૂરું કર્યા પછી તરત જ લગ્ન કરવાને બદલે આત્મનિર્ભર બનવા અને મજબૂત કારકિર્દી બનાવવાને વધુ મહત્વ આપી રહી છે. યુનિસેફના 'યુવા' અને 'યુ-રિપોર્ટ' પ્લેટફોર્મ દ્વારા 18 થી 29 વર્ષની વયના 24,000 થી વધુ યુવાનો પર કરવામાં આવેલા સર્વેમાં આ ચોંકાવનારી પણ હકારાત્મક વિગતો સામે આવી છે.

કારકિર્દી હવે પ્રથમ પ્રાથમિકતા:

સર્વે મુજબ, લગભગ 75 ટકા યુવાનોનું માનવું છે કે મહિલાઓ માટે અભ્યાસ પછી સૌથી મહત્વનું પગલું નોકરી મેળવવું છે. આ વિચારધારા હવે માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ નાના નગરો અને ગામડાઓમાં પણ ફેલાઈ રહી છે. મહિલાઓ હવે નાણાકીય સુરક્ષા અને વ્યાવસાયિક ઓળખને જીવનનું મુખ્ય લક્ષ્ય માની રહી છે.

2047 ના લક્ષ્યમાં નારીશક્તિ:

શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ આરતી આહુજાએ જણાવ્યું કે જો ભારતને 2047 સુધીમાં વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવું હોય, તો કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધારવી અનિવાર્ય છે. યુનિસેફ ઇન્ડિયાના 'સક્ષમ નારી કા સફર' અભિયાન દ્વારા મહિલાઓને નેતૃત્વની ભૂમિકામાં લાવવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(5:24 PM IST)