News of Tuesday, 3rd February 2026
જો તમે તમારામાં વિશ્વાસ રાખો છો, તો બધું શકય છેઃ પીએમ મોદીએ ‘આત્મવિશ્વાસ'ને ગણાવ્યો વિકસિત ભારતનો પાયો
સંસ્કળત શ્લોક દ્વારા રાષ્ટ્રની સમળદ્ધિ અને હિંમતનો અનોખો સંદેશ આપ્યો

નવી દિલ્હી, તા.૩: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં એક નવો અધ્યાય લખાયો છે. લાંબા સમયની ચર્ચાઓ બાદ, બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર કરાર પર મહોર મારવામાં આવી છે. આ કરાર મુજબ, અમેરિકા ભારતીય માલસામાન પર વસૂલવામાં આવતા ૨૫% ટેરિફને ઘટાડીને હવે માત્ર ૧૮% કરશે. આ ૭% નો ઘટાડો ભારતીય નિકાસકારો માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થશે, જેનાથી વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક બનશે. આ આર્થિક જીતને વધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દેશવાસીઓમાં ઉત્સાહ જગાડતો સંદેશ શેર કર્યો હતો.
પીએમ મોદીએ આ સિદ્ધિને માત્ર આંકડાઓની રમત નહીં, પણ ભારતીયોના અતૂટ આત્મવિશ્વાસનું પરિણામ ગણાવ્યું છે. તેમણે લખ્યું કે, જો તમે તમારામાં વિશ્વાસ રાખો છો, તો બધું જ શકય છે. વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ૧૪૦ કરોડ ભારતીયોનો આત્મવિશ્વાસ જ એ અસલી શક્તિ છે જે વિકસિત ભારતના સ્વપ્નને હકીકતમાં બદલી નાખશે. તેમના મતે, આ વેપાર કરાર એ દિશામાં એક મજબૂત કદમ છે જે ભારતની આર્થિક ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા પ્રભુત્વને દર્શાવે છે.
પોતાની પોસ્ટમાં આધ્યાત્મિકતા અને અર્થતંત્રનો સમન્વય કરતા પીએમ મોદીએ એક સંસ્કળત શ્લોક પણ ટાંકયો હતો. આ શ્લોક દ્વારા તેમણે સમજાવ્યું કે સાચી સંપત્તિ માત્ર કમાણી નથી, પરંતુ તે ઉમદા કાર્યો, હિંમત અને કૌશલ્ય દ્વારા મેળવવામાં આવે છે. જ્યારે આ સંપત્તિને શિસ્તબદ્ધ રીતે સુરક્ષિત કરવામાં આવે છે, ત્યારે જ તે રાષ્ટ્રની પ્રગતિમાં ઈંધણ તરીકે કામ કરે છે. આ સંદેશ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત હવે માત્ર માલ વેચવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે કાર્યક્ષમતા અને આત્મવિશ્વાસ સાથે વિશ્વના આર્થિક મંચ પર નેતળત્વ કરવા તૈયાર છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
