<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

માનવતાને શર્મસાર કરતી ઘટના: બૈતુલમાં તંગદિલી: પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજરાતી વિડીયો વાયરલ કર્યો: હિન્દુ સંગઠનો ભડક્યા, દુકાનો સળગાવી

મધ્યપ્રદેશના બૈતુલમાં પશુ સાથેના દુષ્કર્મના વીડિયો બાદ હિંસા ફાટી નીકળી હતી. આક્રોશિત ટોળાએ તોડફોડ કરી અને પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.

મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. એક યુવક દ્વારા પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (દુષ્કર્મ) કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હિન્દુવાદી સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

 

લોકોનો આક્રોશ એટલો તીવ્ર હતો કે જોતજોતામાં વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ બજારમાં દુકાનોમાં તોડફોડ કરી હતી અને કેટલીક દુકાનોને આગ ચાંપી દીધી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 

 

પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ ઘટનાએ પશુ ક્રૂરતા અને સામાજિક વિકૃતિ પ્રત્યે ગંભીર ચિંતા ઉપજાવી છે.

(8:50 PM IST)