News of Sunday, 1st February 2026
ગ્વાલિયર નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર ૫૦૦ મીટર સુધી ઢસડ્યા, વિવાદ વકર્યો
ગ્વાલિયરમાં હિટ એન્ડ રન: અકસ્માત બાદ યુવકોએ નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર લટકાવીને જીવલેણ ડ્રાઈવિંગ કર્યું

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિક (રિટાયર્ડ આર્મી જવાન)ની બાઈકને ટક્કર મારી હતી. જ્યારે નિવૃત્ત સૈનિકે આ અંગે વિરોધ કર્યો, ત્યારે કારમાં સવાર યુવકોએ અહંકારમાં આવીને તેમના પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. બચવા માટે નિવૃત્ત સૈનિક કારના બોનેટ પર લટકી ગયા હતા, છતાં ચાલકે ગાડી રોકવાને બદલે તેને ભગાવી મૂકી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપીઓએ તે વડીલને બોનેટ પર લટકાવીને લગભગ ૫૦૦ મીટર સુધી કાર દોડાવી હતી. આ ભયાનક દ્રશ્યનો ૧૬ સેકન્ડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક સફેદ રંગની કાર પૂરઝડપે જઈ રહી છે અને બોનેટ પર એક વ્યક્તિ જીવ બચાવવા સંઘર્ષ કરી રહી છે.
આટલેથી ન અટકતા, કાર રોક્યા બાદ યુવકોએ નિવૃત્ત સૈનિક સાથે મારપીટ પણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
