<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

ચલણી નોટો બનશે કાગળના ટુકડા? બાબા વેંગાની 'મેટલ ક્રાંતિ'ની ભવિષ્યવાણીએ રોકાણકારોના જીવ અધ્ધર કર્યા!વૈશ્વિક અર્થતંત્રના પાયા હચમચાવતી આગાહી: સોનું, ચાંદી અને તાંબુ બનશે નવા જમાનાનું હથિયાર; શું ૨૦૨૬માં ખિસ્સામાં રહેલી રોકડ તેની કિંમત ગુમાવી દેશે?

અમદાવાદ:બલ્ગેરિયાના રહસ્યમય ભવિષ્યવક્તા બાબા વેંગા, જેમની અનેક આગાહીઓએ દાયકાઓથી દુનિયાને ચોંકાવી દીધી છે, તેમની વર્ષ ૨૦૨૬ માટેની એક ભયાનક ભવિષ્યવાણી અત્યારે સોશિયલ મીડિયા અને શેરબજારના ગલિયારાઓમાં વાવાઝોડાની જેમ પ્રસરી રહી છે. બાબા વેંગાના મતે, વિશ્વ એક એવા ગંભીર આર્થિક સંકટના ઉંબરે ઊભું છે જ્યાં પરંપરાગત ચલણ (Cash) તેની વિશ્વસનીયતા ગુમાવશે અને માનવજાત ફરી એકવાર 'ધાતુ યુગ' તરફ વળશે. આ આગાહી મુજબ, આગામી સમયમાં જેની પાસે સોનું, ચાંદી અને તાંબુ હશે, તે જ અર્થતંત્રનો અસલી રાજા ગણાશે.વર્તમાન બજારના આંકડા પણ આ ભવિષ્યવાણીને સમર્થન આપતા હોય તેવું લાગી રહ્યું છે. આજે જ્યારે આપણે ૨૦૨૬ના પ્રારંભિક તબક્કામાં છીએ, ત્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. MCX પર સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૧.૬૯ લાખની ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે, જે ૨૦૨૫ની સરખામણીએ સીધો ૫૦%નો ઉછાળો દર્શાવે છે. માત્ર સોનું જ નહીં, પણ 'ગરીબોનું સોનું' ગણાતી ચાંદી પણ પ્રતિ કિલો રૂ.૩.૩૫ લાખના સ્તરે પહોંચીને રોકાણકારોને માલામાલ કરી રહી છે.નિષ્ણાતોના મતે, આ માત્ર શરૂઆત હોઈ શકે છે. દિવાળી ૨૦૨૬ સુધીમાં સોનાનો ભાવ રૂ.૧.૮૨ લાખ સુધી પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, માત્ર કિંમતી ધાતુઓ જ નહીં પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) અને રિન્યુએબલ એનર્જીના વધતા વ્યાપને કારણે તાંબા (Copper) ના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે, જે હાલ રૂ.૧૪૦૦ થી રૂ.રૂ.૧૬૯૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. કેન્દ્રીય બેંકો દ્વારા થઈ રહેલી સોનાની આક્રમક ખરીદી અને ડૉલર પરથી ઘટતો જતો ભરોસો એ સંકેત આપે છે કે બાબા વેંગાની 'મેટલની બોલબાલા' વાળી વાત હકીકત બની રહી છે.c

(2:25 PM IST)