<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ ૨૦૨૬ શેરબજાર ક્લોઝિંગ: બજારમાં રોલર કોસ્ટર રાઈડ: શેરબજારમાં તોફાની વધઘટનો અંત: સેન્સેક્સ દિવસ દરમિયાન ૨૩૦૦ પોઈન્ટ તૂટ્યા બાદ અંતે ૫૮૦ પોઈન્ટના ઘટાડા સાથે બંધ

રાજકોટ: બજેટના દિવસે શેરબજારે રોકાણકારોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. સવારના કડાકા બાદ બપોરે શાનદાર રિકવરી જોવા મળી હતી, પરંતુ છેલ્લે પ્રોફિટ બુકિંગ આવતા બજાર લાલ નિશાનમાં જ બંધ રહ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારામણના બજેટ ભાષણ સાથે શેરબજારમાં આજે ભારે ડ્રામા જોવા મળ્યો હતો. સવારના સત્રમાં એક સમયે સેન્સેક્સ ૨૩૦૦ (તેવીસસો) પોઈન્ટ અને નિફ્ટી ૭૫૦ (સાતસો પચાસ) પોઈન્ટ જેટલા તૂટી ગયા હતા. જોકે, બજેટ પૂર્ણ થયા બાદ બજારમાં નિચલા મથાળેથી લેવાલી નીકળતા જબરદસ્ત રિકવરી આવી હતી. દિવસના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૫૮૦ (પાંચસો એંસી) પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ૧૮૦ (એકસો એંસી) પોઈન્ટ ઘટીને બંધ રહ્યો છે. 

 

આમ, બજારે મોટો કડાકો પચાવી લીધો છે પરંતુ નેગેટિવ બંધ આપીને સાવચેતીનો સંકેત આપ્યો છે.

 

(1:57 PM IST)