તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Sunday, 1st February 2026
કપાસ અને મગફળી પકવતા ખેડૂતો માટે: સૌરાષ્ટ્રના ખેડૂતોને બખ્ખા: તેલીબિયાં અને કપાસના ઉત્પાદન માટે વિશેષ મિશન જાહેર
રાજકોટ જિલ્લાના મુખ્ય પાક એવા કપાસ અને મગફળી માટે સરકારે વિશેષ પેકેજ જેવી જાહેરાત કરી

રાજકોટ જિલ્લાના મુખ્ય પાક એવા કપાસ અને મગફળી માટે સરકારે વિશેષ પેકેજ જેવી જાહેરાત કરી છે. આત્મનિર્ભર ઓઈલ સીડ્સ અભિયાન હેઠળ ઉત્પાદન વધારવા જોર અપાશે.
વિદેશથી આયાત થતા ખાદ્યતેલ પર નિર્ભરતા ઘટાડવા માટે સરકારે આત્મનિર્ભર ઓઈલ સીડ્સ અભિયાનને વેગ આપ્યો છે. મગફળી, સરસવ અને સોયાબીન જેવા પાકો માટે હાઈ યીલ્ડિંગ વેરાયટી એટલે કે વધુ ઉત્પાદન આપતા બિયારણો વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત કપાસની ખેતી માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા ક્લસ્ટર બનાવવામાં આવશે. રાજકોટ અને અમરેલી પંથકમાં કપાસ અને મગફળીનું વાવેતર પુષ્કળ થાય છે તેથી અહીંના ખેડૂતો અને માર્કેટ યાર્ડને આ નવી નીતિનો સીધો ફાયદો આગામી સીઝનમાં જોવા મળશે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
