News of Sunday, 1st February 2026
બજેટ ૨૦૨૬: બપોરે ૧૨.૧૦: ટેક્સટાઈલ, એમએસએમઈ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે બજેટમાં મોટા એલાન; દિવ્યાંગો અને ખેડૂતો માટે વિશેષ યોજનાઓ
નાળિયેર ઉત્પાદનમાં સ્પર્ધા વધારવા માટે જુના ઝાડની જગ્યાએ નવી જાતના છોડ વાવવામાં આવશે * કાજુ અને કોકો મિશન: ભારતને કાચા કાજુ અને નાળિયેરના પ્રોસેસિંગમાં આત્મનિર્ભર બનાવવા ખાસ કાર્યક્રમ * લક્ષ્ય છે કે ૨૦૩૦ સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને 'પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ' માં બદલી શકાય

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં સરકારે ઉદ્યોગો, ખેતી અને સામાજિક સશક્તિકરણ પર ભાર મૂકતા અનેક મહત્વની જાહેરાતો કરી છે. જેમાં વસ્ત્ર ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ, એમએસએમઈ અને પર્યાવરણ સુરક્ષા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.
૧. વસ્ત્ર ઉદ્યોગો માટે સંકલિત કાર્યક્રમ
સરકારે ટેક્સટાઈલ સેક્ટરને વેગ આપવા માટે છ મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે:
* ખાદી, હાથશાળ અને હસ્તકળાને પ્રોત્સાહન આપવા માટે 'મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ' નો શુભારંભ કરવામાં આવશે.
* વસ્ત્ર કૌશલ્ય ઇકો-સિસ્ટમને વધારવા અને આધુનિકતા માટે 'સમર્થ ૨.૦ મિશન'
* કુદરતી, માનવસર્જિત અને ન્યૂ એજ ફાઇબરમાં આત્મનિર્ભરતા માટે 'રાષ્ટ્રીય ફાઇબર યોજના'.
* પરંપરાગત ટેક્સટાઈલ ક્લસ્ટરને આધુનિક બનાવવા માટે વસ્ત્ર ઉદ્યોગોનો વિસ્તાર અને રોજગાર યોજના.
* વિશ્વસ્તરીય અને ટકાઉ વસ્ત્રો માટે 'ટેક્સ-ઇકો પહેલ'.
* પડકારજનક સ્તરે મેગા ટેક્સટાઈલ પાર્કોની સ્થાપના કરવામાં આવશે.
૨. રણનીતિક અને અગ્રણી ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગનો વિસ્તાર
* ભારતને વૈશ્વિક બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે 'બાયોફાર્મા શક્તિ યોજના'.
* 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઈએસએમ) ૨.૦' ટૂંક સમયમાં શરૂ થશે.
* ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યોજના માટેનો ખર્ચ વધારીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવશે.
* ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં સમર્પિત 'રેર અર્થ કોરિડોર'
* ૩ સમર્પિત રસાયણ પાર્કોની સ્થાપના કરવામાં આવશે.
* કન્ટેનર મેન્યુફેક્ચરિંગ યોજના માટે પાંચ વર્ષો માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી.
* ૨૦૦ વિરાસત ઔદ્યોગિક ક્લસ્ટરના પુનર્નિર્માણ માટે યોજના રજૂ કરાશે.
૩. એમએસએમઈ ને ચેમ્પિયન બનાવવા માટે પગલાં
* ઇક્વિટી સહાયતા: ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના સમર્પિત એમએસએમઈ વિકાસ નિધિની શરૂઆત. આત્મનિર્ભર ભારત કોષમાં વધારાના ૨૦૦૦ કરોડ રૂપિયા અપાશે.
* લિક્વિડિટી સપોર્ટ: ટ્રેડ્સ સાથે એમએસએમઈ માટે ૭ લાખ કરોડ રૂપિયાથી વધુની ધનરાશિ ઉપલબ્ધ કરાવાશે.
* વ્યાવસાયિક સહાયતા: બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં 'કોર્પોરેટ મિત્રો' નું કેડર તૈયાર કરવામાં આવશે, જે એમએસએમઈને ઓછી કિંમતે અનુપાલન માં મદદ કરશે.
૪. કાર્બન કેપ્ચર ઉપયોગ અને સંગ્રહ (સીસીયુએસ)
* સરકારે આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ મૂક્યો છે.
* આ ટેકનોલોજીનો ઉપયોગ મુખ્યત્વે ૫ ક્ષેત્રોમાં વધારવામાં આવશે: વિદ્યુત, સિમેન્ટ, સ્ટીલ (ઇસ્પાત), તેલ શુદ્ધિકરણ અને કેમિકલ્સ.
૫. દિવ્યાંગજન સશક્તિકરણ
* દિવ્યાંગજન કૌશલ યોજના: ઉદ્યોગોને અનુકૂળ અને વિશિષ્ટ તાલીમ દ્વારા સન્માનભેર જીવન જીવવાની તકો સુનિશ્ચિત કરવી.
* દિવ્યાંગ સહારા યોજના: આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલ્મિકો) ને સહાયક ઉપકરણોના ઉત્પાદન, સંશોધન અને એઆઈ સાથે સંકલન માટે મદદ કરવામાં આવશે.
૬. કૃષિ: નાળિયેર, કાજુ અને કોકો માટે મિશન
* નાળિયેર સંવર્ધન યોજના: સીતારમણે કહ્યું કે નાળિયેર ઉત્પાદનમાં સ્પર્ધા વધારવા માટે આ યોજના પ્રસ્તાવિત છે. જેમાં જુના ઝાડની જગ્યાએ નવી જાતના છોડ વાવવામાં આવશે.
* કાજુ અને કોકો મિશન: ભારતને કાચા કાજુ અને નાળિયેરના પ્રોસેસિંગમાં આત્મનિર્ભર બનાવવા ખાસ કાર્યક્રમ.
* લક્ષ્ય છે કે ૨૦૩૦ સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને 'પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ' માં બદલી શકાય.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
