હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્રીય બજેટ સવારે ૧૧.૪૧: નાણામંત્રીનો પટારો ખુલ્યો: દેશમાં ૭ હાઈસ્પીડ રેલ કોરિડોરની ભેટ: સુરત પોર્ટ ફ્રેટ કોરિડોરથી જોડાશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ રજૂ કરતા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને ઉદ્યોગ જગત માટે મોટી જાહેરાતો કરી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ રજૂ કરતા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને ઉદ્યોગ જગત માટે મોટી જાહેરાતો કરી છે. સેમીકંડક્ટર મિશનથી લઈને બુલેટ ટ્રેન સુધીના પ્રોજેક્ટ્સને ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે.
બજેટના મુખ્ય આકર્ષણો (હાઈલાઈટ્સ):
* રેલવે: દેશમાં નવા ૭ (સાત) હાઈસ્પીડ રેલ કોરિડોર બનશે; મુંબઈ-પુણે અને હૈદરાબાદ-બેંગલુરુનો સમાવેશ.
* ઉદ્યોગ: ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ માટે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) કરોડ રૂપિયાની ફાળવણી.
* ગુજરાત માટે ખાસ: પશ્ચિમમાં દનકુનીથી સુરત સુધી પોર્ટને જોડવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની સ્કીમ.
* શહેરી વિકાસ: ટિયર-૨ અને ટિયર-૩ શહેરો માટે ૧૧.૨ (અગિયાર પોઈન્ટ બે) લાખ કરોડનું જંગી ફંડ.
૭ હાઈસ્પીડ રેલ કોરિડોર અને સી-પ્લેન
મુસાફરો માટે મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું કે કનેક્ટિવિટી વધારવા માટે દેશમાં ૭ (સાત) હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે. જેમાં મુંબઈ થી પુણે, પુણે થી હૈદરાબાદ, હૈદરાબાદ થી બેંગલુરુ, હૈદરાબાદ થી ચેન્નઈ અને સિલિગુડી થી વારાણસી રૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશમાં સી-પ્લેન બનાવનારાઓને પણ સરકાર સપોર્ટ આપશે.
ઇલેક્ટ્રોનિક્સ અને સેમીકંડક્ટર માટે તિજોરી ખોલી
ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ બનાવવા માટે સરકારે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સેમીકંડક્ટર મિશન અંતર્ગત પ્રોડક્શન અને ઈન્ડિયન આઈપી (IP) બનાવવા તથા સપ્લાય ચેઈન મજબૂત કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. હાઈ ટેક ટૂલ રૂમ બે લોકેશન પર બનશે જ્યાં ટનલ બોરિંગ મશીન જેવા હાઈ પ્રિસિજન કમ્પોનેન્ટ્સ તૈયાર થશે.
સુરત અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપડેટ
ગુજરાત માટે મહત્વના સમાચાર એ છે કે કાર્ગો લઈ જવા માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં પૂર્વમાં દનકુનીથી પશ્ચિમમાં સુરત સુધી પોર્ટને જોડવા માટે સ્કીમ લાવવામાં આવી છે. આંતરિક જળમાર્ગ (વોટરવેઝ) માટે વારાણસી અને પટનાને ડેવલપ કરવામાં આવશે.
નાના શહેરો અને રિયલ એસ્ટેટ
૫ (પાંચ) લાખથી વધુ વસ્તી ધરાવતા ટિયર-૨ અને ટિયર-૩ શહેરોનાં ડેવલપમેન્ટ માટે ૧૧.૨ (અગિયાર પોઈન્ટ બે) લાખ કરોડનું આવંટન કરાયું છે, જે ૨૦૨૬-૨૭ માં વધારીને ૧૨.૨ લાખ કરોડ કરાશે. પ્રાઇવેટ ડેવલપર્સ માટે 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગારંટી ફંડ' બનાવવામાં આવ્યું છે.
ટેક્સટાઈલ અને એમએસએમઈ
* ટેક્સટાઈલ: મેગા ટેક્સટાઈલ પાર્ક અને નેશનલ ફાઈબર સ્કીમ લોન્ચ થશે. 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ' ને વેગ અપાશે.
* એમએસએમઈ: માઈક્રો ઇન્ટરપ્રાઇઝ માટે 'સેલ્ફ રિલાયન્ટ ઈન્ડિયા ફંડ' રચાશે અને જેમ પોર્ટલને ટ્રેડ સાથે લિંક કરવામાં આવશે.
દુર્લભ ખનિજો: ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં રેર અર્થ મટીરીયલ માટે ડેડિકેટેડ ફેસિલિટી અને મિનરલ પાર્ક બનાવવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
