<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

સવારે ૧૧.૩૫: કેન્દ્રીય બજેટ: નાણામંત્રીની મોટી જાહેરાત

ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી: ટેક્સટાઈલ અને એમએસએમઈ માટે પણ તિજોરી ખોલી

નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે ઉદ્યોગ જગત માટે એક પછી એક મોટી જાહેરાતો થઈ રહી છે. સેમીકંડક્ટરથી લઈને ટેક્સટાઈલ અને નાના ઉદ્યોગો (એમએસએમઈ) માટે સરકારે વિશેષ પેકેજ અને યોજનાઓની જાહેરાત કરી છે.

 

બજેટના મુખ્ય અંશો (હાઈલાઈટ્સ):

 

 * ઇલેક્ટ્રોનિક્સ ધમાકા: ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ માટે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) કરોડ રૂપિયાની ફાળવણી.

 

 * ટેક્સટાઈલ: મેગા ટેક્સટાઈલ પાર્ક અને નેશનલ ફાઈબર સ્કીમની જાહેરાત.

 

 * એમએસએમઈ: માઈક્રો ઇન્ટરપ્રાઇઝ માટે 'સેલ્ફ રિલાયન્ટ ઈન્ડિયા ફંડ' રચાશે.

 

 * ખનિજ: ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં રેર અર્થ મટીરીયલ માટે ડેડિકેટેડ ફેસિલિટી.

 

 

૧. ઇલેક્ટ્રોનિક્સ અને સેમીકંડક્ટર મિશનને વેગ

નાણામંત્રીએ જાહેરાત કરી છે કે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ (સાધનો) બનાવવા માટે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર) કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સેમીકંડક્ટર મિશન અંતર્ગત પ્રોડક્શન, ઇન્ડિયન આઈપી (IP) અને સપ્લાય ચેઈન બનાવવા માટે વિશેષ જોગવાઈ કરાઈ છે. દેશમાં ૧૦૦૦ (એક હજાર) માન્યતા પ્રાપ્ત ક્લિનિકલ સાઈટ્સ બનાવવામાં આવશે જ્યાં સાયન્ટિફિક રિવ્યૂ થઈ શકશે.

 

હાઈ ટેક ટૂલ રૂમ બે લોકેશન પર બનાવવામાં આવશે, જે હાઈ પ્રિસિજન કમ્પોનેન્ટ્સ બનાવશે. જેમાં ટનલ બોરિંગ મશીનથી લઈને મલ્ટી સ્ટોરીઝ બિલ્ડિંગ માટે ફાયર ફાઈટિંગ સિસ્ટમ સુધીના સાધનો બનશે.

 

૨. ટેક્સટાઈલ સેક્ટર: મેગા પાર્ક અને હેન્ડલૂમ પોલિસી

 

કાપડ ઉદ્યોગ માટે નાણામંત્રીએ 'મેગા ટેક્સટાઈલ પાર્ક' બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત નીચે મુજબની જાહેરાતો થઈ છે:

 

 * નેશનલ ફાઈબર સ્કીમ, મેન મેડ ફાઈબર અને એડવાન્સ ફાઈબર પર ભાર મૂકવામાં આવશે.

 

 * નેશનલ હેન્ડલૂમ પોલિસી દ્વારા કારીગરોને પ્રોત્સાહન અને મદદ મળશે, જેમાં એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તકનીકી મદદ પૂરી પડાશે.

 

 * મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ અંતર્ગત ખાદીના પ્રોડક્શન, ટ્રેનિંગ અને માર્કેટ માટે પ્રોત્સાહન અપાશે.

 

 * 'વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ' ને વેગ આપવામાં આવશે.

 

૩. એમએસએમઈ (MSME) માટે લિક્વિડિટી સપોર્ટ

 

નાના ઉદ્યોગો માટે લિક્વિડિટી સપોર્ટ હેતુ 'ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ પ્રોગ્રામ' ની જાહેરાત થઈ છે.

 

 * 'સેલ્ફ રિલાયન્ટ ઈન્ડિયા ફંડ' બનાવવામાં આવશે, જેનાથી માઈક્રો ઇન્ટરપ્રાઇઝને સીધી મદદ મળશે.

 

 * ક્રેડિટ ગેરંટી સપોર્ટ મિકેનિઝમ ઊભું કરાશે અને જેમ (GEM) પોર્ટલને ટ્રેડ સાથે લિંક કરવામાં આવશે.

 

 * પ્રોફેશનલ સપોર્ટ માટે સરકારી સંસ્થાઓને શોર્ટ ટર્મ મોડ્યુલર કોર્સ ડિઝાઈન કરવા નિર્દેશ અપાયા છે, જેની ટ્રેનિંગ ટિયર-૨ અને ટિયર-૩ શહેરો સુધી થશે.

 

૪. રેર અર્થ મટીરીયલ (દુર્લભ ખનિજ)

 

ઓડિશા, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં રેર અર્થ મટીરીયલ માટે ડેડિકેટેડ ફેસિલિટી બનાવવાની પહેલ કરવામાં આવી છે અને તેના માટે ડેડિકેટેડ મિનરલ પાર્ક બનાવવામાં આવશે.

(11:44 AM IST)