તા. ૨૫ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
News of Friday, 30th January 2026
અમરાવતીમાં ૧૯ ફેબ્રુઆરીએ ખુલશે ભારતની પ્રથમ 'એઆઈ' યુનિવર્સિટી
વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને સંશોધન માટે અહીં અત્યાધુનિક લેબ્સ અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી

નવી દિલ્હી : ભારત શિક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે દેશની સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) યુનિવર્સિટી આગામી ૧૯ ફેબ્રુઆરીના રોજ શરૂ થવા જઈ રહી છે. આ યુનિવર્સિટી સંપૂર્ણપણે એઆઈ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સના અભ્યાસક્રમો પર કેન્દ્રિત હશે. વૈશ્વિક કક્ષાના શિક્ષણ અને સંશોધન માટે અહીં અત્યાધુનિક લેબ્સ અને સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ પગલું ભારતના 'ડિજિટલ ઈન્ડિયા' મિશનને વેગ આપશે અને ભવિષ્યની ટેકનોલોજી માટે યુવા પેઢીને તૈયાર કરશે. આ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સ ઉપલબ્ધ હશે, જેનો ઉદ્દેશ્ય ભારતમાં કુશળ એઆઈ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો છે.
(1:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
