તા. ૨૫ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
News of Wednesday, 28th January 2026
વિશ્વમાં ભારતનો વાગ્યો ડંકો: 'ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ 2026'માં ભારતીય સેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી સેના
અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારતનું વર્ચસ્વ; 'ઓપરેશન સિંદૂર'ના ફટકાથી પાકિસ્તાન ટોપ-10 માંથી આઉટ; એશિયામાં ભારત બન્યું સુપરપાવર

નવી દિલ્હી: ભારતીય સૈન્ય તાકાત અને આધુનિકીકરણના ક્ષેત્રે આજે ભારત માટે એક ખૂબ જ ગર્વના સમાચાર સામે આવ્યા છે. 'ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ 2026'ના તાજા રિપોર્ટ અનુસાર, ભારત હવે વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ બની ગયું છે. આ રેન્કિંગમાં અમેરિકા પ્રથમ સ્થાને, રશિયા બીજા સ્થાને અને ચીન ત્રીજા સ્થાને યથાવત છે, જ્યારે ભારત તેના શક્તિશાળી સંરક્ષણ બજેટ અને વધતી જતી સૈન્ય ક્ષમતાને કારણે ચોથા ક્રમે મજબૂતીથી ટકી રહ્યું છે.
ભારત માટે વધુ એક રાહતના સમાચાર એ છે કે તેનો પાડોશી દેશ પાકિસ્તાન હવે દુનિયાની ટોપ-10 શક્તિશાળી સેનાઓની યાદીમાંથી બહાર થઈ ગયું છે. અહેવાલો મુજબ, તાજેતરમાં ચર્ચામાં આવેલા *‘ઓપરેશન સિંદૂર’*ની ઘેરી અસર પાકિસ્તાની સૈન્યના મનોબળ અને તેની ક્ષમતા પર પડી છે, જેના કારણે તેને આ રેન્કિંગમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ ઘટનાક્રમ દક્ષિણ એશિયામાં ભારતના વધતા પ્રભુત્વને સ્પષ્ટપણે દર્શાવે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ સ્વદેશી શસ્ત્રોના ઉત્પાદન પર ભાર આપી રહ્યું છે. સૈન્ય નિષ્ણાતો માને છે કે જો ભારત આ જ ગતિએ સંરક્ષણ ક્ષેત્રે સંશોધન અને આધુનિકીકરણ ચાલુ રાખશે, તો આગામી થોડા વર્ષોમાં તે ચીનને પાછળ છોડીને ટોપ-3 માં પણ સ્થાન મેળવી શકે છે. એશિયામાં ભારતનો દબદબો હવે માત્ર જમીન પર જ નહીં પરંતુ સમુદ્ર અને આકાશમાં પણ સાબિત થઈ રહ્યો છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
