News of Wednesday, 28th January 2026
દિલ્હીઃ ૬ વર્ષની માસૂમ બાળકી પર ગેંગરેપઃ ૧૦ થી ૧૪ વર્ષની ઉંમરના ૩ સગીર છોકરાઓ આરોપી
ત્રણ છોકરાઓએ છોકરીને લલચાવીને તેની સાથે બળાત્કાર કર્યો હતો બે આરોપી છોકરાઓની ધરપકડઃ ત્રીજો ફરાર

નવી દિલ્હી તા.૨૮: દિલ્હીના ભજનપુરામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ૬ વર્ષની માસૂમ બાળકી પર સામૂહિક બળાત્કાર થયો છે. ૧૦, ૧૩ અને ૧૪ વર્ષના ત્રણ સગીર છોકરાઓ પર સામૂહિક બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે બે આરોપી છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજો ફરાર છે. ત્રીજા આરોપીનો પરિવાર પણ ગુમ છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવાર, ૧૮ જાન્યુઆરીના રોજ બની હતી. છોકરીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ત્રણ છોકરાઓએ છોકરીને લલચાવીને તેની સાથે બળાત્કાર કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને બેની ધરપકડ કરવામાં આવી છે. એક ફરાર છે. બેને જુવેનાઈલ જાસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે છોકરીને તબીબી તપાસ માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તેને જરૂરી સંભાળ અને કાઉન્સેલિગ મળી રહી છે. છોકરીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને ત્રીજા આરોપીની શોધ ચાલી રહી છે.
ત્રીજા આરોપીને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે અને નજીકના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. પોલીસ કહે છે કે તેઓ ટૂંક સમયમાં ત્રીજા આરોપીને પકડી લેશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કાર સામે કડક કાયદા હોવા છતાં, આવા ગુનાઓ સતત ચાલુ છે. દેશમાં લગભગ દરરોજ એક મહિલા આવા ગુનાઓનો ભોગ બને છે. આવી સ્થિતિમાં, આવા કેસોને પ્રાથમિકતા પર લેવા જોઈએ અને ગુનેગારોને એટલી કડક સજા આપવી જોઈએ કે કોઈપણ વ્યક્તિ આવા ગુના કરતા પહેલા ધ્રૂજી જાય.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
