News of Monday, 26th January 2026
ચીનમાં લોહિયાળ બળવો: જિનપિંગની હત્યાનું કાવતરું, 9 સુરક્ષા જવાનોના મોત
જનરલ ઝાંગ યુશ્યાએ શી જિનપિંગને પદભ્રષ્ટ કરવા અડધી રાતે રચ્યું ચક્રવ્યૂહ: જિંગશી હોટલમાં ભીષણ ગોળીબાર, બળવો નિષ્ફળ જતાં જિનપિંગે સેનાના ટોચના કમાન્ડરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા

બેઇજિંગ: ચીનના લોખંડી પુરુષ ગણાતા રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના જ સૌથી શક્તિશાળી જનરલોએ બળવો (Coup) પોકારીને દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. કેનેડા સ્થિત ચીની લેખિકા શેંગ શુએના ચોંકાવનારા ઘટસ્ફોટ મુજબ, પશ્ચિમી બેઇજિંગની જિંગશી હોટલમાં જિનપિંગને અટકમાં લેવા માટે સેનાના જનરલ ઝાંગ યુશ્યા અને રણનીતિ પ્રમુખ લ્યુ ઝેનલીએ ઘાતક પ્લાન બનાવ્યો હતો. જોકે, ઓપરેશન શરૂ થાય તેના માત્ર બે કલાક પહેલા જ જિનપિંગને ગંધ આવી ગઈ હતી અને તેઓ જીવ બચાવવા અડધી રાતે જ હોટલ છોડીને અજ્ઞાત સ્થળે ભાગી છૂટ્યા હતા.
જિનપિંગ ભાગી જવામાં સફળ રહ્યા પરંતુ હોટલ પર પહોંચેલા બળવાખોર સૈનિકો અને જિનપિંગના વફાદાર સુરક્ષા દળો વચ્ચે સામસામે ભીષણ ગોળીબાર થયો હતો. આ લોહિયાળ અથડામણમાં જિનપિંગની પર્સનલ સિક્યુરિટીના 9 કમાન્ડો સ્થળ પર જ ઠાર થયા હતા. રણમેદાન બનેલી હોટલમાં બંને પક્ષે ભારે જાનહાનિ થઈ હોવાના અહેવાલ છે. ચીનમાં અત્યાર સુધી સત્તા સામે આવો સીધો અને હિંસક પડકાર ભાગ્યે જ જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીમાં અંદરખાને જબરદસ્ત અસંતોષની જ્વાળાઓ ભભૂકી રહી છે.
આ ખૂની ખેલ નિષ્ફળ ગયા બાદ જિનપિંગે આકરા તેવર બતાવતા જનરલ ઝાંગ યુશ્યા અને લ્યુ ઝેનલી સહિત તેમના આખા પરિવારને કેદ કરી લીધા છે. જોકે, દુનિયાની આંખમાં ધૂળ નાખવા માટે ચીની સરકારી મીડિયા આ ઘટનાને 'ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન' અને 'શિસ્તભંગ' તરીકે ઓળખાવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે જિનપિંગ પોતાની સત્તા નબળી પડી હોવાનું સ્વીકારવા માંગતા નથી, તેથી જ તેઓ સેનામાં ચાલી રહેલા આ આંતરિક વિદ્રોહને 'સફાઈ અભિયાન'નું રૂપ આપી રહ્યા છે.
પોતાના પર થયેલા ચોથા જીવલેણ હુમલા બાદ શી જિનપિંગ એટલા ડરી ગયા છે કે તેમણે પોતાની માતા અને બહેનને પણ શેનઝેનમાં કડક સુરક્ષા હેઠળ નજરકેદ જેવા 'લોક-ડાઉન'માં રાખી દીધા છે. ચીની સેના (PLA) માં જે રીતે જિનપિંગે સફાયો શરૂ કર્યો છે, તેનાથી ડરીને બાકીના જનરલો હવે 'કરો અથવા મરો'ની સ્થિતિમાં આવી ગયા છે. બેઇજિંગમાં હાલમાં તણાવપૂર્ણ શાંતિ છે, પરંતુ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જિનપિંગનું સિંહાસન હવે પહેલા જેવું સુરક્ષિત રહ્યું નથી.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
