News of Monday, 19th January 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૨૧

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
તમે એ વાતનો વિચાર કર્યો કે - મનુષ્ય ધનની આકાંક્ષા શા માટે કરે છે? એટલા માટે કે પોતે સ્વતંત્ર થઈ શકે. ધન દ્વારા સ્વતંત્રતા મળે છે, તેવી એક ભ્રાંતિ છે. આ ભ્રાંતિ એ છે કે જેટલા પ્રમાણમાં ધન હશે, તેટલા પ્રમાણમાં તમે સ્વતંત્ર બનશો ラ જ્યાં જવું હોય ત્યાં જઈ શકશો. જે હોટલમાં રહેવું હોય ત્યાં રહી શકશો. વિમાનમાં ઊડવું હશે તો તેમ ફરી શકશો. મહેલ જેવા ઘરમાં રહેવું હશે તો રહી શકશો.
જે સ્ત્રીને ઇચ્છશો તેને પામી શકશો... તમે જે કંઈ કરવા માગશો તે કરી શકશો. ધન સ્વતંત્રતા આપે છે એવી આશામાં મનુષ્ય ધન એકઠું કરતો રહે છે. પરંતુ ધન એકઠું કરવામાં જ બંધાતો જાય છે, વિચિત્રપણે બંધાઈ જાય છે.ધનનો બોજો એટલો વધી જાય છે કે તેની છાતી ભીંસાવા લાગે છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
