News of Saturday, 17th January 2026
અમેરિકાના જાસૂસોને બીમાર પાડતું રહસ્યમય ‘ડિવાઇસ’: અદ્રશ્ય હુમલાથી સુપરપાવર પણ ચિંતિત

અમેરિકાના ગુપ્તચર વિભાગના એજન્ટો અને રાજદ્વારીઓ પર થઈ રહેલા શંકાસ્પદ સોનિક અથવા માઈક્રોવેવ હુમલાઓનું રહસ્ય ઘેરાયું છે, જેને કારણે અનેક અધિકારીઓ ગંભીર રીતે બીમાર પડ્યા છે.
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના અંડર કવર એજન્ટો અને અધિકારીઓ એક વિચિત્ર બીમારીનો શિકાર બની રહ્યા છે, જેને ‘હવાના સિન્ડ્રોમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વિશેષ અને મોંઘી ડિવાઇસ અથવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ હુમલા કરવામાં આવી રહ્યા હોવાની આશંકા છે.
આ રહસ્યમય ઉપકરણમાંથી નીકળતા તરંગોને કારણે એજન્ટોને ચક્કર આવવા, માથું દુખવું, યાદશક્તિ જવી અને સાંભળવાની ક્ષમતા પર અસર થવી જેવી ગંભીર સમસ્યાઓ થઈ રહી છે. અમેરિકન તપાસ એજન્સીઓ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે શું આ પાછળ કોઈ દુશ્મન દેશનો હાથ છે કે કેમ. આ હાઈ-ટેક હુમલાઓએ અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર ઊભો કર્યો છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
