<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ ‘એલી સાબ’નો ભારતમાં પ્રવેશ: નોઈડા અને ગુરુગ્રામમાં આલીશાન પ્રોજેક્ટ્સ આવશે

વિશ્વપ્રસિદ્ધ લક્ઝરી ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ ‘એલી સાબ’ એ એમ૩એમ ઈન્ડિયા સાથે ભાગીદારી કરીને ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. આ બ્રાન્ડ નોઈડા અને ગુરુગ્રામમાં બે અત્યંત પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વિકસાવશે.

 

આ પ્રોજેક્ટ્સ દ્વારા ભારતના ધનવાનોને આંતરરાષ્ટ્રીય કક્ષાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને બ્રાન્ડેડ ઘરો ઉપલબ્ધ થશે. ભારતમાં લક્ઝરી રિયલ એસ્ટેટની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ ભાગીદારી કરવામાં આવી છે.

(3:15 PM IST)