તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 14th January 2026
નક્સલવાદને નાબૂદ કરવા કેન્દ્રનો ૧૦-પોઈન્ટ પ્લાન: ૩૮ જિલ્લામાં વિશેષ ધ્યાન અપાશે

દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા અને તેને ફરી માથું ઊંચકતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે ‘પોસ્ટ-નક્સલ રોડમેપ’ તૈયાર કર્યો છે. આ ૧૦-મુદ્દાની યોજના હેઠળ અસરગ્રસ્ત ૩૮ જિલ્લાઓમાં સરકારી યોજનાઓનો ૧૦૦ ટકા અમલ કરાશે.
આ યોજનામાં સ્થાનિક લોકોની આવક વધારીને માસિક ૨૫ થી ૩૦ હજાર રૂપિયા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. સુરક્ષા વ્યવસ્થામાં પણ ફેરફાર કરીને હવે અર્ધલશ્કરી દળો (સીએપીએફ) ને બદલે રાજ્ય પોલીસને નેતૃત્વ સોંપાશે. તેમજ એનઆઈએ અને ઈડી દ્વારા માઓવાદીઓના ફંડિંગ અને શહેરી નેટવર્ક પર તવાઈ બોલાવવામાં આવશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
