<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

કેન્સરની સારવારમાં મોટી શોધ: શરીરમાં રહેલા ઈમ્યુન સેલ્સ ગાંઠને ખતમ કરશે

દક્ષિણ કોરિયાની કોરિયા એડવાન્સ્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (કેએઆઈએસટી)ના સંશોધકોએ કેન્સરની સારવારમાં ક્રાંતિકારી શોધ કરી છે. તેમણે ગાંઠની અંદર રહેલા રોગપ્રતિકારક કોષોને જ ફરીથી પ્રોગ્રામ કરીને કેન્સર કિલર મશીનમાં ફેરવવાની રીત શોધી કાઢી છે.

 

આ નવી પદ્ધતિથી કેન્સરની ગાંઠને અંદરથી જ ખતમ કરી શકાશે, જે પરંપરાગત સારવાર કરતા વધુ અસરકારક સાબિત થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં આ સંશોધનને કેન્સર સામેની લડાઈમાં એક આશાનું કિરણ માનવામાં આવી રહ્યું છે.

(2:53 PM IST)