તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Wednesday, 14th January 2026
હમાસના નવા ચીફ તરીકે ખાલિદ મશાલનું નામ મોખરે: ઈઝરાયેલે જેમને ઝેર આપી મારવાનો પ્રયાસ કર્યો હતો તે બનશે હમાસના નવા વડા?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ બાદ ગાઝામાં ફરી સંગઠન પોતાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. હમાસના આગામી ચીફ તરીકે ખાલિદ મશાલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, જેમને એક સમયે મોસાદે ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો.
જુલાઈ ૨૦૨૪માં ઈસ્માઈલ હાનિયા અને ત્યારબાદ ઓક્ટોબરમાં યાહ્યા સિનવારના મૃત્યુ બાદ હમાસનું નેતૃત્વ ખાલી પડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હવે ૬૯ વર્ષીય ખાલિદ મશાલ હમાસની કમાન સંભાળી શકે છે.
ખાલિદ મશાલ ૧૯૯૬થી ૨૦૧૭ સુધી હમાસના પોલિટિકલ ચીફ રહી ચૂક્યા છે અને હાલ તેઓ કતારમાં રહે છે. તેમને 'જીવતા શહીદ' તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ૧૯૯૭માં જોર્ડનમાં ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદે તેમને ઝેર આપી દીધું હતું.
તે સમયે જોર્ડનના સુરક્ષા અધિકારીઓએ મોસાદના એજન્ટોને પકડી લીધા હતા. જોર્ડનના રાજા હુસેને ઈઝરાયેલને ચેતવણી આપી હતી કે જો મશાલને બચાવવા માટે એન્ટિડોટ (ઝેર તોડવાની દવા) નહીં મોકલાય તો તેઓ ઈઝરાયેલ સાથેની શાંતિ સમજૂતી તોડી નાખશે અને પકડાયેલા એજન્ટોને ફાંસી આપી દેશે. આખરે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના હસ્તક્ષેપ બાદ ઈઝરાયેલે દવા મોકલવી પડી હતી અને મશાલનો જીવ બચ્યો હતો.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
