તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 14th January 2026
ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં ૧૨,૦૦૦ રૂપિયાના ઉછાળા સાથે ભાવ ૨.૮૭ લાખને પાર, સોનું પણ રેકોર્ડ સપાટીએ

બુધવારે બુલિયન માર્કેટમાં જાણે સુનામી આવી હતી. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો અને તે તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. સોનામાં પણ મજબૂત તેજી જોવા મળી છે.
ભારતીય વાયદા બજાર (એમસીએક્સ)માં આજે બુધવારે, ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કિંમતી ધાતુઓમાં તેજીનો જબરદસ્ત તોફાન જોવા મળ્યું હતું. ખાસ કરીને ચાંદીએ તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં જોરદાર લેવાલી નીકળતા ભાવ રોકેટગતિએ વધ્યા હતા.
એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ૧૨,૮૦૩ રૂપિયાનો જંગી ઉછાળો નોંધાયો હતો. આ તોફાની તેજીને કારણે ચાંદીએ ૨,૮૭,૯૯૦ રૂપિયાની 'ઓલ-ટાઈમ હાઈ' (ઐતિહાસિક) સપાટી બનાવી હતી. અગાઉના દિવસે ચાંદીનો ભાવ ૨,૭૫,૧૮૭ પર બંધ થયો હતો, જે આજે વધીને ૨.૮૭ લાખને પાર કરી ગયો હતો.
સોનાના ભાવમાં પણ મજબૂત ઉછાળો નોંધાયો છે અને તે પણ રેકોર્ડ સપાટીએ કારોબાર કરી રહ્યું છે. રોકાણકારોમાં જોરદાર લેવાલી નીકળતા બજારમાં તેજીનો માહોલ છવાયો છે. આગામી સમયમાં ભાવો હજુ વધે તેવી શક્યતા બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
