<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

દિલ્હીમાં ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ લાગી, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગ્યાની આશંકા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના સરકારી નિવાસસ્થાને આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. 

જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર કામગીરી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

(11:35 AM IST)