News of Wednesday, 14th January 2026
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત સ્થિરઃ દિલ્હીની એઈમ્સમાં સઘન સારવાર હેઠળ
૧૦ જાન્યુઆરીએ બેભાન થયા બાદ હોસ્પિટલમાં ખસેડાયા, ગત વર્ષે સ્વાસ્થ્ય કારણોસર રાજીનામું આપ્યું હતું: ધનખર અગાઉ પણ કચ્છના રણ, ઉત્તરાખંડ અને કેરળના પ્રવાસ દરમિયાન જાહેર કાર્યક્રમોમાં બેભાન થયા હતા.

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ૭૪ વર્ષીય જગદીપ ધનખરની તબિયત નાદુરસ્ત થતા તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ૧૦ જાન્યુઆરીના રોજ તેઓ બાથરૂમમાં બે વખત બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ ડૉક્ટરોની સલાહ પર તેમને સોમવારે હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, જ્યાં તેમના વિવિધ બ્લડ રિપોર્ટ્સ અને ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે જગદીપ ધનખર અગાઉ પણ કચ્છના રણ, ઉત્તરાખંડ અને કેરળના પ્રવાસ દરમિયાન જાહેર કાર્યક્રમોમાં બેભાન થયા હતા. તેમણે ૨૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે સમયે વિપક્ષે એવો દાવો કર્યો હતો કે સરકાર સાથેના મતભેદોને કારણે તેમણે પદ છોડ્યું છે, જોકે ધનખરે પોતે સ્વાસ્થ્યના કારણો જ આગળ ધર્યા હતા. રાજીનામા બાદ તેઓ જાહેર જીવનથી થોડા દૂર રહ્યા છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
