News of Wednesday, 14th January 2026
ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ છતાં દુનિયા સુધી વિરોધના વીડિયો પહોંચાડઆ ઈલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા સ્ટારલિંકનો ઈરાનમાં છૂટથી ઉપયોગ
પશ્ચિમ તેહરાનમાં સ્ટાર લિંકની સેટેલાઈટ ડિશો જપ્ત કરવા દરોડા

ઈરાની સરકાર દ્વારા ઈન્ટરનેટ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હોવા છતાં, પ્રદર્શનકારીઓ ઈલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા 'સ્ટારલિંક' નો ઉપયોગ કરીને દુનિયા સુધી વિરોધના વીડિયો પહોંચાડી રહ્યા છે. હવે ઈરાની સત્તાવાળાઓએ આ સેવાના ઉપયોગકર્તાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ઈરાની સુરક્ષા દળોએ સપ્તાહના અંતે પશ્ચિમ તેહરાનમાં એક વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટારલિંક સેટેલાઈટ ડિશ શોધી કાઢવાનો અને તેને જપ્ત કરવાનો હતો.
સરકારનો પ્રયાસ છે કે ઈરાનની અંદર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસાના વીડિયો બહારની દુનિયા સુધી ન પહોંચે.
ઈરાની સત્તાવાળાઓ હવે સ્ટારલિંક યુઝર્સને શોધી કાઢવા માટે ઘરે-ઘરે તપાસ કરી રહ્યા છે, પરંતુ ટેકનોલોજીના માધ્યમથી લોકો હજુ પણ માહિતીની આપ-લે કરી રહ્યા છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
