News of Tuesday, 13th January 2026
દશ હજાર માનવોના મોત ? ઈરાનમાં પ્રદર્શનકારીઓ પર ભયાનક હિંસક દમનનો દાવો
ખામીનેઈએ ૧૨ હજાર લોકોના મોત નિપજાવ્યા હોવાના અહેવાલ

ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો વચ્ચે એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે ત્યાંની સરકારે સુરક્ષા દળો દ્વારા અંદાજે ૧૨ હજાર દેખાવકારોની હત્યા કરી દીધી છે. આપેલા ઈરાની અધિકારીઓએ ૨૦૦૦ લોકો માર્યા ગયાની પુષ્ટિ કરી હતી.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામીનેઈના શાસન હેઠળ દેશમાં ચાલી રહેલા અશાંતિના માહોલમાં મોટા પાયે જાનહાનિના અહેવાલો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા અને વિવિધ આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર વિરોધી પ્રદર્શનોને ડામી દેવા માટે ઈરાની સુરક્ષા દળોએ આકરા પગલાં લીધા છે, જેમાં અત્યાર સુધીમાં ૧૨ હજાર જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે.
આ આંકડો માનવાધિકાર સંગઠનો અને વિશ્વ સમુદાય માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. ઈરાનમાં લાંબા સમયથી ચાલી રહેલા આ પ્રદર્શનોમાં નાગરિકોના અધિકારોના દમન અને હિંસક કાર્યવાહીના સમાચારો સતત સામે આવી રહ્યા છે, જે ખામીનેઈ સરકાર સામેના વિરોધને વધુ ઉગ્ર બનાવી રહ્યા છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
