તા. ૨૯ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 13th January 2026
રાજકોટમાં ૨૭ વર્ષ બાદ કાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે હાઇવોલ્ટેજ જંગ
ગત સાંજે બન્ને ટીમોનું આગમનઃ કાઠીયાવાડી પરંપરાગત રીતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત રંગીલા રાજકોટીયનો પતંગ ઉડાડવાની સાથોસાથ ક્રિકેટ મેચની પણ મજા માણશેઃ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે સજ્જડ સુરક્ષા વ્યવસ્થાઃ બેટીંગ અને બોલીંગ બન્ને માટે અનુકુળ રહે તેવી પિચ તૈયાર કરવામાં આવીઃ ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવાની તક

ન્યુઝીલેન્ડ ટીમનું આગમનઃ રાજકોટ અહિંના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે બીજા વન-ડે મેચ રમાનાર છે ત્યારે ન્યુઝીલેન્ડની ટીમનું પણ આગમન થઇ ચુક્યું છે. હોટલ ફોરચ્યુન ખાતે ખોોડીઓનું કુમકુમ તિલક કરી હાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટઃ રંગીલા રાજકોટના ક્રિકેટ રસિયાઓ માટે આતુરતાનો અંત આવ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની બીજી મહત્વપૂર્ણ મેચ રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે યોજાવા જઈ રહી છે. આ મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે બન્ને ટીમને કાઠીયાવાડી પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ૧૪મી તારીખે યોજાનારા આ હાઈવોલ્ટેજ મુકાબલા માટે ક્રિકેટ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ઐતિહાસિક મેચ માટે ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોનું ગઈ સાંજે રાજકોટમાં આગમન થયું હતું. ટીમોનું કાઠીયાવાડી પરંપરાગત રીતે ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ટીમોના આગમનને પગલે શહેરના હોટેલ અને સ્ટેડિયમ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેચના એક દિવસ પૂર્વે એટલે કે આજે બપોરે ૧:૩૦ વાગ્યાથી ન્યુઝીલેન્ડની ટીમ અને બાદમાં સાંજે ૫:૩૦ વાગ્યાથી ભારત જ ટીમ નેટ પ્રેક્ટીસ કરનાર છે.
આ મેચની સૌથી ખાસ વાત એ છે કે રાજકોટની ધરતી પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પૂરા ૨૭ વર્ષ બાદ વનડે મુકાબલો યોજાઈ રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લે ૫ નવેમ્બર ૧૯૯૯ના રોજ રાજકોટના જૂના માધવરાય સિધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને દેશો વચ્ચે ટક્કર થઈ હતી. હવે અઢી દાયકા બાદ નિરંજન શાહ સ્ટેડિયમમાં ફરી એકવાર આ બંને દિગ્ગજ ટીમો આમને-સામને ટકરાશે, જે આ મેચને ઐતિહાસિક બનાવે છે.
ખંઢેરી સ્ટેડિયમમાં રમાનારી આ બીજી વનડે મેચ માટે પીચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફે રાત-દિવસ મહેનત કરી છે. બેટિગ અને બોલિગ બંને માટે અનુકૂળ રહે તેવી પીચ તૈયાર કરવામાં આવી છે. સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાથી લઈને દર્શકોની સુવિધા સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે ભારતની ટીમ જીતશે તો સિરીઝ ઉપર કબ્જો જમાવી લેશે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
