તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Monday, 12th January 2026
પ્રશાંત રુઈયા : ૧૫ વર્ષની ઉંમરથી શરૂઆત કરી ઔદ્યોગિક નેતૃત્વ સુધીની સફળ યાત્રા

એસ્સારની ભવ્ય યોજનાઓના કેન્દ્રમાં એસ્સાર ગ્રૂપના શ્રી પ્રશાંત રુઈયાનું નેતૃત્વ રહેલું છે. ૫૫ વર્ષીય શ્રી પ્રશાંત રુઈયાની ઉદ્યોગ સાહસિક તરીકેની સફર ૧૫ વર્ષની નાની વયે જ શરૂ થઈ હતી. મુંબઈની એચ.આર. કોલેજમાં અભ્યાસ કરવાની સાથે તેમણે તેમના પિતા સ્વર્ગસ્થ શશિ રુઈયા અને કાકા શ્રી રવિ રુઈયા સાથે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર પ્રત્યક્ષ કામ કરીને વ્યવસાયના પાઠ શીખ્યા હતા. જેને તેઓ ગર્વથી 'મારવાડી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ' તરીકે ઓળખાવે છે, તેવા કૌટુંબિક માર્ગદર્શન હેઠળ તેમણે વ્યાપાર, અમલીકરણ અને લાંબા ગાળાના મૂલ્ય સર્જનની સમજ કેળવી હતી. આજે ચાર દાયકાથી વધુના અનુભવ સાથે તેઓ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને મેટલ્સ-માઈનિગ ક્ષેત્રે નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. રાજકોટ ખાતેની મહત્વની જાહેરાતો એસ્સારના 'સેકન્ડ જનરેશન' નેતૃત્વની દૂરંદેશી અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
