News of Sunday, 11th January 2026
નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટમા સ્વાગત કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા

રાજકોટ:: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટમાં પહોંચ્યા હતા.જેમાં 40 દેશોના 350 જેટલા વિદેશી ડેલિગેટ્સ રાજકોટના મહેમાન બન્યા છે. 5 હજારથી વધુ ઉદ્યોગકારો સમિટ માટે રાજકોટમાં પહોચ્યા છે. ત્યારે રાજકોટના વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસના ઉદ્ઘાટન પ્રસંગમાં સહભાગી થવા રાજકોટ પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ભાવભર્યું સ્વાગત રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કર્યું હતું. જે તસવીરમાં નજરે પડે છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
