News of Sunday, 11th January 2026
ઈરાનમાં પ્રચંડ જનઆક્રોશ વચ્ચે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સનો મોટો નિર્ણય
તેહરાન સહિતના શહેરોની ફ્લાઈટ્સ રદ: ઇરાનના આકાશમાં 'બ્લેકઆઉટ' જેવી સ્થિતિ: ન્યૂઝ ફર્સ્ટ

ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો અને આર્થિક કટોકટીના કારણે સ્થિતિ વણસતા વિશ્વની અગ્રણી એરલાઈન્સ કંપનીઓએ તેહરાન જતી અને ત્યાંથી આવતી ફ્લાઈટ્સ તાત્કાલિક ધોરણે રદ કરી દીધી છે. કતાર એરવેઝ, એમિરેટ્સ, ટર્કિશ એરલાઈન્સ, ઓસ્ટ્રિયન એરલાઈન્સ, પેગાસસ અને ફ્લાયદુબઈ જેવી એરલાઈન્સ દ્વારા આ સુરક્ષા સંબંધી કડક પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને ટર્કિશ એરલાઈન્સે શુક્રવાર અને શનિવારની તેહરાન, તબરેઝ અને મશહદ જતી તમામ સત્તર ફ્લાઈટ્સ રદ કરી છે. એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઈટ્સને પણ અધવચ્ચેથી પાછી વાળવામાં આવી હોવાના અહેવાલો છે.
આ વિમાન સેવાઓ બંધ થવાનું મુખ્ય કારણ ઈરાનમાં ફાટી નીકળેલી આંતરિક હિંસા અને અશાંતિ છે. ઈરાની ચલણ રિયાલના મૂલ્યમાં થયેલા ભારે ઘટાડા અને મોંઘવારીને કારણે દેખાવો ઉગ્ર બન્યા છે, જેના જવાબમાં ઈરાન સરકારે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો લાદ્યા છે અને એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી છે.
બ્રિટન અને જર્મની જેવી સરકારોએ પહેલેથી જ પોતાની એરલાઈન્સને ઈરાની હવાઈ ક્ષેત્રથી દૂર રહેવાની સલાહ આપી છે.
ફ્લાયદુબઈ અને એમિરેટ્સ જેવી કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન જનારા મુસાફરોને દુબઈમાં ફસાયેલા રહેતા અટકાવવા માટે તેમને મૂળ એરપોર્ટ પરથી જ બોર્ડિંગ આપવામાં આવશે નહીં.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
