તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૨ મંગળવાર
News of Sunday, 11th January 2026
અમેરિકાના મિસિસિપીમાં ગોળીબારની ઘટના: અલગ અલગ ત્રણ સ્થળોએ ૬ લોકોનાં મોત: શંકાસ્પદની ધરપકડ
મૃતકોમાં હુમલાખોરના પિતા અને ભાઈનો પણ સમાવેશ: એક સાત વર્ષની બાળકીનું પણ આ હુમલામાં મોત

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં ગોળીબારની એક ગંભીર ઘટના બની છે, જેમાં કુલ ૬ લોકોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના મિસિસિપીના આર્કાબુટલા અને વેસ્ટ પોઈન્ટ નજીકના ગ્રામીણ વિસ્તારોમાં બની હતી, જ્યાં એક હુમલાખોરે ત્રણ અલગ અલગ સ્થળોએ જઈને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૪ વર્ષીય શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.
નવાઈની વાત એ છે કે મૃતકોમાં હુમલાખોરના પોતાના જ પરિવારના સભ્યો, જેમાં તેના પિતા અને ભાઈનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત એક સાત વર્ષની બાળકીનું પણ આ હુમલામાં મોત થયું છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપી એકલા હાથે જ આ કૃત્ય આચર્યું હતું અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
