તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
વાયબ્રન્ટ ગુજરાતઃ કાલે નારી શકિત ઉદ્યોગ સંવાદ યોજાશે
મંત્રીશ્રી રીવાબા જાડેજા-મનીષા વકિલ-સચિવ મમતા વર્મા-જયશ્રી દેસાઇ-કલ્પના સરોજ-નિવૃતિરાય-પાબીબેન રબારી-ગીતાબેન રબારી પ્રકાશ પાડશે આ ઉપરાંત નિલજા પટેલ-તૃપ્તિ જૈન-શીતલ અગ્રવાલ-સોનલ જૈન-હેતલબા ઝાલા-પ્રિયાલી ચટ્ટોપાધ્યાય-સુશીલા મહેશ્વરી જેવા ધૂરંધરો મહિલા ભાગીદારી અંગે સંવાદ કરશે

રાજકોટ, તા. ૧૦: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાને વેગ આપવાના ઉમદા હેતુથી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - VGRC’નું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીના ભાગરૂપે, આગામી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજકોટની મારવાડી યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ‘નારી શક્તિ ઉદ્યોગ સંવાદઃ એમ્પાવરિંગ વિમેન, એમ્પાવરિંગ ગુજરાત' વિષય પર એક વિશેષ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગળહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિ રહેશે.
કાર્યક્રમની વિગતો અનુસાર, સેમિનારની શરૂઆત બપોરે ૦૪:૦૦ કલાકે થશે, જેમાં મહિલા ઉદ્યોગ સાહસિકો અને વિષય નિષ્ણાતો વચ્ચે સીધો સંવાદ યોજાશે. ત્યારબાદ સાંજે ૦૪:૩૦ કલાકે ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા (IAS) દ્વારા સ્વાગત પ્રવચન અને ઉદ્યોગ કમિશનરેટના સંયુક્ત સચિવ શ્રી જયશ્રીબેન દેસાઈ દ્વારા મહિલા સશક્તિકરણ પર પ્રારંભિક સંબોધન કરવામાં આવશે. કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી ૨૦ જેટલી પ્રતિભાશાળી મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરશે.
આ સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષા વકીલ પણ ઉપસ્થિત રહી સરકારની મહિલાલક્ષી નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તળત માર્ગદર્શન આપશે.
સેમિનારના મુખ્ય આકર્ષણ તરીકે પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને કમાણી ટયુબ્સના ચેરપર્સન શ્રીમતી કલ્પના સરોજ ‘એન્ટરપ્રિન્યોરશિપ અગેન્સ્ટ ઓલ ઓડ્સ' વિષય પર પોતાની પ્રેરણાદાયી સંઘર્ષગાથા રજૂ કરશે. આ ઉપરાંત, ઈન્વેસ્ટ ઈન્ડિયાના CEO શ્રીમતી નિવળતિ રાય વૈશ્વિક રોકાણ અને ટેકનોલોજીના બદલાતા પ્રવાહો વિશે, જ્યારે GRIT ના CEO શ્રીમતી એસ. અપર્ણા (IAS) વહીવટી કુશળતા અને વ્યૂહાત્મક ભૂમિકા અંગે સંબોધન કરશે. સામાજિક ઉદ્યોગ સાહસિક શ્રી પાબીબેન રબારી અને સુપ્રસિદ્ધ લોકગાયિકા શ્રી ગીતાબેન રબારી પરંપરાગત કળા અને સંસ્કળતિના માધ્યમથી મહિલા ઉત્થાનના તેમના અનુભવો વહેંચશે. સાથે જ એક્સિલરેટ ઈન્ડિયાના ડો. નેહા શર્મા ભારતને વૈશ્વિક ટેક હબ બનાવવાના વિઝન પર પ્રકાશ પાડશે.
કાર્યક્રમના ઉત્તરાર્ધમાં ‘બ્રેકિંગ બેરિયર્સ' વિષય પર એક વિશેષ પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં રાજયશ ગ્રુપના શ્રી નિલજા પટેલ, જેન્ડર એન્ડ ક્લાઈમેટ એક્સપર્ટ શ્રી તળપ્તિ જૈન, રાસ્પિયન એન્ટરપ્રાઈઝના શ્રી પ્રીતિ પટેલ, અન્નપૂર્ણા ઈન્ડસ્ટ્રીઝના શ્રી શીતલ અગ્રવાલ દેસાઈ અને સીએ શ્રી સોનલ જૈન, શ્રી હેતલબા ઝાલા, TiE ગ્લોબલ હેડ શ્રી પ્રિયાલી ચટ્ટોપાધ્યાય, કંપની સેક્રેટરી સુશ્રી સુશીલા મહેશ્વરી સહિતના નિષ્ણાતો સંરક્ષણ, લોજિસ્ટિક્સ, અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી પર ચર્ચા કરશે. આ વક્તાઓ મહિલાઓને સ્ટાર્ટઅપ, હસ્તકલા અને કોર્પોરેટ ક્ષેત્રમાં આવતી તકો વિશે માર્ગદર્શન આપશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં ઈન્વેસ્ટ ઈન્ડિયાના સીઈઓ શ્રીમતી નિવળતિ રાય અને GRITના સીઈઓ શ્રીમતી એસ. અપર્ણા (IAS) દ્વારા વિશેષ સંબોધન કરવામાં આવશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
