<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

બાંગ્‍લાદેશને વધુ એક ફટકો : ભારતની એસજી કંપનીએ સ્‍પોન્‍સરશિપના કરારો રદ્‌ કર્યા

નવી દિલ્‍હી : ભારત અને બંગલાદેશના ક્રિકેટ બોર્ડ વચ્‍ચેનો સંઘર્ષ બંગલાદેશી ખેલાડીઓ માટે નાણાકીય નુકસાનનું કારણ બની રહ્યો છે.

 કેપ્‍ટન લિટન દાસ, મોમિનુલ હક અને વાસિર રબ્‍બી મુશ્‍કેલીમાં છે, કારણ કે તેમનો બૅટ-સ્‍પૉન્‍સરશિપનો કરાર SGકંપની સાથે હતો. પ્રોફેશનલ ક્રિકેટમાં ખેલાડીઓ માટે બૅટ-સ્‍પોન્‍સરશિપ આવકનો એક મુખ્‍યસ્ત્રોત છે. ખેલાડીઓ આ સોદાઓમાંથી નોંધપાત્ર રકમ કમાય છે અને  એ ક્રિકેટ ઇકોસિસ્‍ટમનો મુખ્‍ય ભાગ છે.

અહેવાલ અનુસાર ભારતીય રમતગમતનાં સાધનો બનાવતી કંપની SG એ ઘણા બંગલાદેશી ક્રિકેટરો સાથેના સ્‍પૉન્‍સરશિપ કરાર રદ કરવાનો નિર્ણય લીધો છે. એક ખેલાડીએ ખાનગી રીતે પુષ્ટિ આપી હતી કે SG તરફથી હજી સુધી ઔપચારિક વાતચીત થઈ નથી, પરંતુ એજન્‍ટો તરફથી સંકેતો સ્‍પષ્ટપણે સૂચવે છે કે સ્‍પોન્‍સરશિપ રિન્‍યુ કરવામાં આવશે નહીં

(4:11 PM IST)