News of Saturday, 10th January 2026
સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા અનેસ્ત્રી સશક્તિકરણના સંગમથી એક નવો અધ્યાય લખાયો
‘અમારી ઓળખ આજે અમારા હાથથી બનેલા કુર્તા સાથે શ્રી સોમનાથના આશીર્વાદ બનીને દેશના ખૂણે-ખૂણે પહોંચી છે જેના વિચાર માત્રથી જ ગર્વ અનુભવીએ છીએ': સશક્ત મહિલાઓઃ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સામાનઘરથી ધજા સુધી બિલ્વવનથી વષા પ્રસાદ સુધીસ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય : વષા પ્રસાદની પહેલથી સોમનાથની અનેક સ્થાનિક મહિલાઓ બની લખપતિ દીદીઃ મહિલાઓ મહાદેવને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી કલાત્મકતાથી કુર્તા બનાવે છે જે દેશ વિદેશના શિવ ભક્તો કરે છે ધારણ

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા. ૧૦ :.. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવીસ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા,સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વષાો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વષાોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવે છે, જે દેશ-વિદેશના શિવભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચ્યા છે જેની સાથે સોમનાથની આસપાસના ગામોની મહિલાઓને ‘લખપતિ દીદી' બનાવવાનો માર્ગ પણ મોકળો થયો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનું ‘નારી શક્તિ'ને ‘રાષ્ટ્ર શક્તિ' બનાવવાનું ઓજસ્વી માર્ગદર્શન આ પહેલમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. આ પહેલ સોમનાથની સામાજિક જવાબદારીની ઊંડી પરંપરાનો જ એક વિસ્તાર છે જેમાં આ પહેલાં પણ, શ્રી સોમનાથ મહાવેદ અને માતા પાર્વતીના શળંગારમાં ઉપયોગમાં લેવાયેલા પવિત્ર વષાોને હજારો જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા છે. મહાદેવનો આ વષા પ્રસાદ જ્યારે કોઈ વ્યક્તિ સુધી પહોંચે છે, ત્યારે તેની સાથે એક અમૂલ્ય સંદેશ પણ જાય છે કે, તે કયારેય એકલો નથી, કારણ કે સૌના નાથ એવા સોમનાથ તેની સાથે છે. (પ-રર)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
