<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સાંજે નરેન્‍દ્રભાઇનું સોમનાથમાં આગમનઃ કાલે દર્શન કરશે : ભવ્‍ય શૌર્યયાત્રા

કાલે ભુપેન્‍દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી સહિતના હાજર રહેશે : શ્રી સોમનાથ મંદીર સાથે ભાવિકોની શિવભકિત અને આસ્‍થા અખંડ જોડાયેલી છેઃ સ્‍વાભિમાન પર્વની વિગતો આપતા જીતુભાઇ વાઘાણી

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા., ૧૦: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આયોજીત સ્‍વાભિમાન પર્વમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ખાસ ઉપસ્‍થિત રહેશે. આજે સાંજે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇનું આગમન સોમનાથમાં થશે અને રાત્રી રોકાણ સોમનાથમાં કર્યા બાદ કાલે સવારે શ્રી સોમનાથ મહાદેવનું પુજન, અર્ચન કરશે અને સ્‍વાભિમાન પર્વમાં જોડાશે.

આજે તા. ૧૦ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. તેમની ઉપસ્‍થિતિમાં સોમનાથ સ્‍વાભિમાન પર્વ ઐતિહાસિક બનશે. વડાપ્રધાનના અભિવાદન માટે ૧૦૮ ઘોડાઓની શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે, તેમજ ભવ્‍ય ડ્રોન શો દ્વારા આ ઉજવણીને વિશેષ આકર્ષક બનાવવામાં આવશે તેમ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્‍યું છે.

મંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજ્‍યભરમાંથી લાખો ભક્‍તો સોમનાથ સ્‍વાભિમાન પર્વમાં સહભાગી બનવા સોમનાથ આવી રહ્યા છે. રાજ્‍યના સાધુ-સંતો દ્વારા આજે સોમનાથમાં ભવ્‍ય રેવાડી કાઢવામાં આવી રહી છે. રાજ્‍ય સરકાર દ્વારા કરાયેલી સુવ્‍યવસ્‍થિત આયોજન, ભવ્‍ય રોશની અને સુસજ્જ વ્‍યવસ્‍થાઓ થી સોમનાથની દિવ્‍યતા ચારે તરફ પ્રસરી રહી છે.

તેમણે તમામ સમાજના નાગરિકોને સનાતન ધર્મના આ ઐતિહાસિક પર્વમાં સહભાગી બનવા આમંત્રણ આપ્‍યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્‍થિત રહેશે.

અંતમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું કે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્‍ટ સમિટમાં પણ સહભાગી બનવાના છે, જે સૌરાષ્‍ટ્ર સહિત રાજ્‍યના વિકાસ અને રોકાણ માટે મહત્‍વપૂર્ણ સાબિત થશે. (૪.૬)

(11:36 AM IST)