News of Saturday, 10th January 2026
નરેન્દ્રભાઇની મુલાકાત અન્વયે ગુજરાત પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ સોમનાથની મુલાકાતે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૦: સોમનાથ ખાતે યોજાયેલ ‘‘સોમનાથ સ્વાભિમાન પર્વ'' અનુસંધાને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૧૦/૦૧/૨૦૨૬ ના રોજ પધારનાર હોય જે અંગે સુરક્ષા વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ને ધ્યાને લઈ ખુબ જ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. સુરક્ષા વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુરક્ષા બંદોબસ્ત ની સમીક્ષા કરવા ગુજરાત રાજ્ય પોલીસ વડાશ્રી ડો.કે.એલ.એન.રાવ સોમનાથ ખાતે પધારેલ. વડાપ્રધાનશ્રીના સોમનાથ પ્રવાસ દરમ્યાનના તમામ મુલાકાત સ્થળો સોમનાથ મંદિર, સર્કિટ હાઉસ, સભા સ્થળ તેમજ બંદોબસ્તના તમામ રૂટ પર ગુજરાત રાજ્ય ના DGP દ્વારા મુલાકાત લેવામાં આવેલ તેમજ સોમનાથ ખાતે ગોઠવવામાં આવેલ તમામ બંદોબસ્ત ની સમીક્ષા કરવામાં આવેલ અને DGP દ્વારા સોમનાથ ખાતે બંદોબસ્તમાં આવેલ તમામ અધિકારીઓને બંદોબસ્ત અંગે સૂચનો કરવામાં આવ્યા. સોમનાથ મુલાકાત દરમ્યાન DGP દ્વારા ભગવાન શ્રી સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવી દર્શન કરી સોમનાથ મંદીર ખાતે ધજારોહણ કરવામાં આવ્યું અને પૂજા/અર્ચના કરવામાં આવેલ. બંદોબસ્તમાં પધારેલ તમામ અધિકારી/કર્મચારીઓ માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જેમાં માન.DGP દ્વારા પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓ સાથે રાત્રિ ભોજન લેવામાં આવેલ. ‘‘સોમનાથ સ્વાભિમાન પર્વ'' માં ૧૦૮ અશ્વો સાથે પ્રધાનમંત્રીશ્રી દ્વારા સોર્ય યાત્રા થનાર હોય જે ૧૦૮ અશ્વો અત્રેના માઉન્ટેડ ખાતે રાખેલ હોય જેથી DGP શ્રી દ્વારા માઉન્ટેડની મુલાકાત લેવામાં આવેલ.(૨.૧૭)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
